ઈન્ડિયન એરફોર્સ તેજસ એમકે-1એ ફાઈટર જેટની તૈનાતીથી ફ્લાઈંગ કોફિન ફ્લીટને તેજસથી બદલવા માંગે છે

નવી દિલ્હી
રાજસ્થાનનું બિકાનેર શહેર પાકિસ્તાન સરહદથી લગભગ 200 કિલોમીટર દૂર છે. આ જ શહેરમાં ભારતીય વાયુસેનાનું મુખ્ય બેઝ નર એરબેઝ છે. ઈન્ડિયન એરફોર્સે કહ્યું કે તે તેજસ એમકે-1એ ફાઈટર જેટના પ્રથમ સ્ક્વોડ્રનને આ જ એરબેઝ પર તૈનાત કરશે. આનાથી ભારતીય વાયુસેના અને દેશને શું ફાયદો થશે?
નલ એરબેઝ પર મિગ 21 (મિગ-21 ફાઈટર જેટ)ના સ્કવોડ્રન તૈનાત છે. તેજસ એમકે-1એ ફાઈટર જેટની તૈનાતીથી ફ્લાઈંગ કોફિન ફ્લીટને તેજસથી બદલવા માંગે છે.
હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (એચએએલ) ને સંપૂર્ણ વિશ્વાસ છે કે વાયુસેનાને આવતા વર્ષે ફેબ્રુઆરી અને માર્ચની વચ્ચે પ્રથમ તેજસ એમકે-1એ ફાઈટર જેટ મળી જશે. 2025 સુધીમાં વાયુસેનાને વધુ 24 ફાઈટર જેટ મળી જશે. એચએએલ 83 એ તેજસ એમકે-1એ ફાઈટર જેટનું ઉત્પાદન શરૂ કરી દીધુ છે. તે ઈન્ડિયન એરફોર્સને આ ફાઈટર જેટ સમયસર આપી દેશે.
બિકાનેરના નલ એરબેઝથી પાકિસ્તાન બોર્ડરનું અંતર લગભગ 197-200 કિલોમીટર છે. એટલે કે યુદ્ધની સ્થિતિમાં તેજસ ફાઈટર જેટ માત્ર 5 મિનિટમાં બોર્ડર પર પહોંચી જશે. એનો અર્થ એ કે દુશ્મન પર તાત્કાલિક હુમલાની સ્થિતિમાં આ ફાઈટર જેટ હંમેશા તૈયાર રહેશે. આ ઉપરાંત પાકિસ્તાનના પ્રમુખ શહેરો પણ આ ફાઈટર જેટની રેન્જમાં આવે છે. જેમ કે- મુલતાન 294 કિમી, લાહોર 402 કિમી, ઈસ્લામાબાદ 630 કિમી, પેશાવર 687 કિમી, મુઝફ્ફરાબાદ 704 કિમી અને કરાચી 719 કિમી.
43.4 ફૂટ લાંબા તેજસ એમકે-1આઈ ફાઈટર જેટની ઊંચાઈ 14.5 ફૂટ છે. તેમાં 2458 કિગ્રા ફ્યૂલ આવે છે. મહત્તમ સ્પીડ 1980 કિમી પ્રતિ કલાક છે. એટલે કે અવાજની ગતિ કરતાં દોઢ ગણી વધારે. મહત્તમ 53 હજાર કિમીની ઊંચાઈ સુધી પહોંચી શકે છે. ગ્લાસ કોકપીટ હોવાના કારણે પાઈલટ માટે ચારે બાજુ જોવાનું સરળ બને છે.
આ નાનુ અને મલ્ટી-રોલ સુપર સોનિક એરક્રાફઅટ છે. તેમાં 8 હાઈપ્વોઈન્ટસ છે. એટલે કે, 8 અલગ-અલગ પ્રકારના હથિયાર લગાવી શકાય છે. તેમાં S-8 રોકેટ્સના પોડ્સ લગાવી શકાય છે.
હવાથી હવામાં પ્રહાર કરતી મિસાઈલો આર-73, આઈ-ડર્બી, પેટીહોન-5 લાગેલ છે. ભવિષ્યમાં એએસઆરએએએમ, એએસટીઆરએ એમએઆરકે 1 અને આર-77નું પ્લાનિંગ છે.
હવાથી જમીન પર પ્રહાર કરતી મિસાઈલો કેએચ-59એમઈ, કેએચ-59એલ, કેએચ-59ટી, એએએસએમ-હામેર લાગેલી છે. બ્રાહમોસ-એનજી એલકમને લગાવવાની યોજના છે.
એન્ટી રેડિએશન મિસાઈલ રુદ્રમને લગાવવામાં આવશે. હાલમાં તેમાં એન્ટી-શિપ મિસાઈલ કેએચ-35 અને કેએચ-59એમકે લાગેલી છે.
