ઘર છોડીને ભાગેલી પાકિસ્તાની યુવતી યુએસના એરફોર્સમાં

Spread the love

હામનાના પરિવારજનોએ 19 વર્ષની ઉંમરમાં તેના નિકાહ તેના પિતરાઈ સાથે કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ તે પોતાના પરિવારજનોના નિર્ણયની આગળ ઝૂકી નહીં


ઈસ્લામાબાદ
પાકિસ્તાની મૂળની હામના જફર હાલ અમેરિકી એરફોર્સમાં સિક્યોરિટી ડફેન્ડર પદ પર તૈનાત છે. આ હોદ્દા સુધી પહોંચવુ ઝફર માટે સરળ નહોતુ. ચાર વર્ષ પહેલા હામનાના પરિવારજનો હામનાને પાકિસ્તાન લઈને ગયા અને દગાથી તેના નિકાહ કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ હામનાએ પરિવાર જ છોડી દીધો.
હામના ઝફરની આ કહાની પારિવારિક અને સાંસ્કૃતિક દબાણ વચ્ચે એક વ્યક્તિગત સપનાની ઉડાનની કહાની છે, જે ઘણી વખત બંધનોમાં બંધાઈને શ્વાસ તોડી દે છે. રિપોર્ટ અનુસાર હામનાના પરિવારજનોએ 19 વર્ષની ઉંમરમાં તેના નિકાહ તેના પિતરાઈ સાથે કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ તે પોતાના પરિવારજનોના નિર્ણયની આગળ ઝૂકી નહીં. પોતાના સપનાને સાકાર કરવા માટે તેણે પરિવાર જ છોડી દીધો.
અમેરિકાના મેરીલેન્ડમાં જન્મેલી હામના ઝફર હંમેશા પોતાના પેરેન્ટ્સની વાત માનતી હતી. ચાર વર્ષ પહેલા એટલે કે 2019માં પારિવારિક યાત્રા દરમિયાન તે પોતાના પેરેન્ટ્સ સાથે પાકિસ્તાન આવી હતી પરંતુ બાદમાં તેને જાણ થઈ કે ત્યાં તેના નિકાહની તૈયારી ચાલી રહી છે પરંતુ હામના પોતાના સપના પૂરા કરવા માંગતી હતી. હામનાએ જણાવ્યુ કે મારી સગાઈ મારા જ પિતરાઈ સાથે નક્કી કરવામાં આવી. બધા ખૂબ ખુશ હતા પરંતુ હુ તકલીફમાં હતી. જે શખ્સ સાથે મારી સગાઈ કરવામાં આવી, તેની સાથે કદાચ જ મારી વાત થઈ હતી. થોડા દિવસ બાદ અમે અમેરિકા આવ્યા. મે મારી માતાને સમજાવવાનો ખૂબ પ્રયત્ન કર્યો જ્યારે તેમને ખબર પડી કે હું તો અમેરિકી સેનામાં જવાનુ સપનુ જોઈ રહી છુ, તો તે નારાજ થઈ ગયા. મજબૂરી એ હતી કે હુ તેમના પર જ નિર્ભર હતી, હામના કંઈક કરે તે પહેલા જ કોવિડનો સમય શરૂ થઈ ગયો. ઝફર કહે છે કે તે થકવી દેનારો સમય હતો. એક સમયે તો મને લાગ્યુ કે મારુ સપનુ તૂટી ચૂક્યુ છે અને મારે મારા પેરેન્ટ્સની વાત માનવી જ પડશે.
પરિવારજનોએ હામના પર દબાણ પણ નાખ્યુ. આ દરમિયાન ઝફરને પોતાના માતા-પિતાની આકાંક્ષાઓની વચ્ચે સાંસ્કૃતિક ટકરાવ સામે પણ ઝઝૂમવુ પડ્યુ પરંતુ હામનાએ પરિવારની આગળ સરેન્ડર કરવાથી ઈનકાર કરતા ત્યાંથી ગમે તે રીતે ભાગવાનું આયોજન બનાવ્યુ. અમેરિકા પહોંચીને હામના એક નેવી રિક્રૂટરના ત્યાં પહોંચી. બાદમાં હામના કોલેજ ફ્રેન્ડ ઓસ્ટિનના ત્યાં રહેવા લાગી.
ઓસ્ટિનના ત્યાં રહીને જ હામનાએ પોતાની ડિગ્રી પૂરી કરી. કોલેજ ફ્રેન્ડ ઓસ્ટિનની માતા ક્લાઉડિયા બૈરેરા જેને હવે હામના પણ માતા જ કહે છે. તેમણે હામનાની પૂરી મદદ કરી. 2022માં ઝફરે સાહસિક પગલુ ઉઠાવતા અમેરિકી વાયુ સેનામાં ભરતી થવાનો નિર્ણય કર્યો. અમેરિકી એરફોર્સમાં હામના હાલ સુરક્ષા રક્ષક એટલે કે સિક્યુરિટી ડિફેન્ડર પદ પર તૈનાત છે. હામનાએ જણાવ્યુ કે ટ્રેનિંગ ખૂબ આકરી હતી અને આખો દિવસ અમારે આ માહોલમાં રહેવાનું હતુ. ફિઝિકલી ફિટ રહેવાની સાથે જ કંઈક અન્ય ચેલેન્જ પણ પૂરા કરવાના હતા. શરીર અને મગજ બંને થાકી જતુ હતુ. મે ટ્રેનિંગમાં જે શીખ્યુ તેનો સાર એ નીકળ્યો કે મારે મારા મનને શરીર કરતા વધુ મજબૂત રાખવુ જોઈએ.
હામનાને ટ્રેનિંગ આપનાર સાર્જન્ટ રોબર્ટ સ્ટીવર્ટનું કહેવુ છે કે ટ્રેનિંગ દરમિયાન હામનાએ ઘણીવખત પોતાના પરિવારજનો સાથે સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ સામેથી કોઈ જવાબ આવ્યો નહીં. હામના ઈચ્છતી હતી કે ગ્રેજ્યુએશન સેરેમનીમાં તેના પરિવારજનો આવે પરંતુ તેમાં પણ તેઓ આવ્યા નહીં. હામના કહે છે કે મારા પરિવારજનોને મારી ઉપર ગર્વ હોવો જોઈએ પરંતુ અફસોસ છે કે આવુ થયુ નહીં. તેમણે મારી સાથે સંબંધ તોડી દીધો.

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *