Breaking

યુરોપિયન બાસ્કેટબોલ જાયન્ટ મોવિસ્ટાર એસ્ટુડિયન્ટ્સ ભારતમાં બાસ્કેટબોલ કોચિંગને રૂપાંતરિત કરવા માટે કેસાડેમી સાથે ભાગીદારો નિકોલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે શાળાકીય સ્પર્ધાઓ અંતર્ગત રાજ્યકક્ષા બોક્સિંગ સ્પર્ધાનું આયોજન ચિંતન શિબિર-૨૦૨૪-રમત-ગમતની કાર્ય સંસ્કૃતિને પ્રોત્સાહિત કરવાં માટે રાજ્ય સરકાર કટિબદ્ધ- અશ્વિનીકુમાર ચિંતન શિબિર-૨૦૨૪- રાજ્યમાં ઓલિમ્પિક કક્ષાના ખેલાડીઓ તૈયાર કરવામાં જિલ્લા વહીવટી તંત્રની ભૂમિકા ખૂબ મહત્વની: મંત્રી હર્ષ સંઘવી ‘વિકસિત ભારત@2047 માટે રિયલ એસ્ટેટ સેક્ટરની ભૂમિકા’ના અનાવરણ સાથે CREDAIનો 25મો સ્થાપના દિવસ દિલ્હીમાં ઉજવવામાં આવશે

આઈપીએલમાં બોલર્સ એક ઓવરમાં બે બાઉન્સર્સ ફેંકી શકશે

Spread the love

હજુ સુધી આ નવા નિયમ અંગે બીસીસીઆઈ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી

દુબઈ

આજે દુબઈમાં આઈપીએલ 2024 માટે ઓક્શનનું આયોજન કરવામાં આવશે. પરંતુ તે પહેલા બોલર્સ માટે સારા સમાચાર સામે આવ્યા છે. મળેલા અહેવાલો મુજબ આઈપીએલ 2024માં કેટલાંક નિયમ બદલાશે અને કેટલાંક નવા નિયમો બનાવવામાં આવશે. આઈપીએલ 2023 પહેલા પણ ઈમ્પેક્ટ પ્લેયર અને નો બોલ, વાઈડ બોલને રિવ્યુ કરવાનો નિયમ આવ્યો હતો.

મીડિયા અહેવાલો મુજબ આઈપીએલની આગામી સિઝનમાં બોલર્સ એક મેચની દરેક ઓવરમાં 2 બાઉન્સર્સ ફેંકી શકશે. અત્યાર સુધી આઈપીએલમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ જેવા નિયમો હતો, જે મુજબ બોલર એક ઓવરમાં માત્ર એક જ બાઉન્સર ફેંકી શકતો હતો. એક બાઉન્સરથી વધુ ફેંકવા પર તેને નો બોલ માનવામાં આવતું હતું. જો કે હવે આઈપીએલમાં આવું નહીં થાય. પરંતુ હજુ સુધી આ નવા નિયમ અંગે બીસીસીઆઈ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.

દર વર્ષે આઈપીએલમાં કેટલાક નવા નિયમો ઉમેરવામાં આવે છે. ગત વર્ષે આઈપીએલ મેચોમાં ઈમ્પેક્ટ પ્લેયર નિયમની ઘણી અસર થઈ હતી. કેટલાક લોકોને આ નિયમ પસંદ આવ્યો તો કેટલાક લોકોએ તેનો વિરોધ પણ કર્યો હતો. આ ઉપરાંત વાઈડ અને નો બોલના કિસ્સામાં પણ બેટ્સમેનને રિવ્યુ કરવાનો અધિકાર આપવામાં આવ્યો હતો, જેથી જો તેને કોઈ શંકા હોય તો તે પોતે જ તેનું નિરાકરણ કરી શકે.

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *