આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો અને કોઈ મોટી જાલમાનનું નુકસાન થયું ન હતું, આ આગ ક્યા કારણોસર લાગી હતી તે અંગે હજુ સુધી સ્પષ્ટ થયું નથી
બાલાસોર
ઓડિશાના બાલાસોરમાં ત્રણ ટ્રેન દુર્ઘટનને હજુ અઠવાડિયાનો પણ સમય નથી થયો ત્યારે ફરી એકવાર માલગાડી દુર્ઘટનાગ્રસ્ત બની છે. જિલ્લામાં આજે પ્લેટફોર્મ પર ઉભેલી એક માલગાડીના ડબ્બામાં આગ લાગી હતી. જો કે આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો અને કોઈ મોટી જાલમાનનું નુકસાન થયુ ન હતું. આ આગ ક્યા કારણોસર લાગી હતી તે અંગે હજુ સુધી સ્પષ્ટ થયું નથી.
ઓડિશાના બાલોસોરમાં એક અઠવાડિયા પહેલા જ ત્રણ ટ્રેનો વચ્ચે ભયંકર અકસ્માતની ઘટના બની હતી જેમા 288 લોકોના મોત થયા હતા જ્યારે 1 હજારથી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. હવે આ ઘટના બાદ વધુ એક ઘટના બાલાસોર જિલ્લામાં બની હતી. બાલાસોરમાં રેલ્વે પ્લેટફોર્મ પર ઉભેલી કોલસા ભરેલી માલગાડીના ડબ્બામાં અચાનક આગ ફાટી નીકળી હતી. આ ઘટના દક્ષિણ પૂર્વ રેલવેના રૂપસા સ્ટેશનમાં બની હતી. જો કે આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે પણ હજુ સુધી આ આગનું કારણ જાણી શકાયુ નથી. આ ઘટનામાં મોટી જાનહાની ન થતા રેલ્વે તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.