ડેડલાઇન વીતી જવાં લોકોની આળસ કહો કે ભૂલ કહો જે તેમને તો ભારે જ પડી પણ સાથે સરકાર માટે ફાયદાકારક નીવડી

નવી દિલ્હી
કેન્દ્ર સરકારે પાન અને આધાર (પાન-આધાર) ને પરસ્પર લિંક કરવા માટે છેલ્લી ડેડલાઈન 30 જૂન 2023 નક્કી કરી હતી. જેના પછી 1000 રૂપિયા દંડ ચૂકવીને લોકોને પાન-આધાર લિંક કરાવવા કહેવાયું હતું. ડેડલાઇન વીતી જવાં લોકોની આળસ કહો કે ભૂલ કહો જે તેમને તો ભારે જ પડી પણ સાથે સરકાર માટે ફાયદાકારક નીવડી.
આ દંડની રકમ લોકો ચૂકવીને પણ હવે પાન-આધારને લિંક (પાન આધાર લિન્ક) ને લિંક કરાવી રહ્યા છે. આ ખૂબ જ જરૂરી પણ છે નહીંતર મોટાભાગના લોકોના સરકારી કામકાજ રઝળી પડ્યા છે. લોકો બેન્કોમાં મોટી રકમના વ્યવહારો પણ કરી શકી રહ્યા નથી. સરકારી યોજનાઓ પણ લાભ નથી મળી રહ્યો. આ તમામ કામ માટે આધાર-પાન લિંક હોવા જરૂરી છે.
સંસદમાં એક સવાલના જવાબમાં સરકારે કહ્યું કે સરકારે 1 જુલાઈ 2023ના રોજ પેનલ્ટી સાથે પાન-આધાર લિંક કરીને આશરે 2,125 કરોડ રૂપિયાની વસૂલી કરી. આ દરમિયાન 2.12 કરોડ લોકોએ પાનકાર્ડ સાથે આધારકાર્ડને લિંક (પાન-આધાર લિન્ક પ્રોસેસ) કરાવ્યાં હતાં.
સંસદના શિયાળુ સત્રમાં રાજ્યસભામાં એવો સવાલ કરાયો હતો કે શું જે લોકોએ પાન-આધાર લિન્ક નહોતા કરાવ્યાં શું તેમના પાન કાર્ડ ડિએક્ટિવેટ થઈ રહ્યા છે. તેના પર નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ કહ્યું કે 30 જૂન સુધી 54,67,74,649 પાનકાર્ડને આધાર સાથે લિંક કરાવાયા છે. કોઈ પાનકાર્ડ ડિએક્ટિવેટ નથી કરાયા. જે પાન આધાર સાથે લિન્ક નહોતા તેને ફક્ત ઈનઓપરેટિવ કરાયા હતા.
જો પાન-આધાર લિંક નહીં કરાવ્યું હોય તો શું પગલાં લેવાશે તેની માહિતી આપતાં નાણા રાજ્ય મંત્રીએ કહ્યું કે જો આધારને પાન સાથે લિંક કરવામાં નહીં આવે તો ઈનકમ ટેક્સ વિભાગ દ્વારા કોઈ રિફંડ આપવામાં આવશે નહીં. જો પાન નિષ્ક્રિય રહ્યું હશે તો વ્યાજ પણ ચૂકવવામાં નહીં આવે.
જો તમે ટેક્સ ચૂકવો છો અને તમારું પાન-આધાર (પાન-આધાર લિન્ક) લિંક નથી તો સરકાર વધુ ટેક્સ વસૂલી શકે છે. નાણા રાજ્ય મંત્રીએ કહ્યું કે એક અંદાજ મુજબ દેશમાં લગભગ 70 કરોડ પાન કાર્ડ ધારકો છે, જેમાંથી અત્યાર સુધીમાં માત્ર 60 કરોડ પાનકાર્ડ ધારકોએ આધારને પાન સાથે લિંક કર્યું છે. તેમાં પણ 2.12 કરોડ લોકોએ દંડ ચૂકવીને પાન-આધારકાર્ડ લિંક કરાવ્યા હતા.
