કેલિફોર્નિયાના હેવર્ડના શેરાવાલી મંદિર પર મોદી વિરૂધ્ધ અપશબ્દો લખાયા

Spread the love

ખાલિસ્તાનીઓએ ખાલિસ્તાન ઝિંદાબાદના નારાની સાથે મંદિરના બોર્ડ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ અપશબ્દો પણ લખ્યા

કેલિફોર્નિયા

ખાલિસ્તાનીઓએ ફરી એકવાર અમેરિકામાં એક હિન્દુ મંદિરને નિશાન બનાવ્યું છે. આ વખતે કેલિફોર્નિયાના હેવર્ડ સ્થિત શેરાવાલી મંદિરને નિશાન બનાવવામાં આવ્યું છે. અમેરિકામાં 14 દિવસમાં આ બીજો મામલો સામે આવ્યો છે જ્યારે ખાલિસ્તાનીઓએ હિન્દુ મંદિર પર હુમલો કર્યો હતો.

ખાલિસ્તાનીઓએ ખાલિસ્તાન ઝિંદાબાદના નારાની સાથે મંદિરના બોર્ડ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ અપશબ્દો પણ લખ્યા હતા. અમેરિકામાં હિંદુઓ માટે કામ કરતી સંસ્થા હિંદુ અમેરિકન ફાઉન્ડેશન દ્વારા હુમલાની માહિતી આપવામાં આવી છે. એક અઠવાડિયા પહેલા આ વિસ્તારમાં આવેલા શિવ દુર્ગા મંદિર પર હુમલાની ધમકી આપવામાં આવી હતી, ત્યારબાદ હવે શેરાવાલી મંદિરને નિશાન બનાવવામાં આવ્યું છે. એચએએફ એ કહ્યું છે કે તે અમેરિકન સુરક્ષા કર્મચારીઓ, નાગરિક અધિકાર કાર્યકરો તેમજ મંદિરોનું નેતૃત્વ કરનારા લોકોના સંપર્કમાં છે.

આ પહેલા 22 ડિસેમ્બરે ખાલિસ્તાનીઓએ અમેરિકામાં વધુ એક હિન્દુ મંદિરને નિશાન બનાવ્યું હતું. ત્યારબાદ ખાલિસ્તાનીઓએ કેલિફોર્નિયાના નેવાર્કમાં આ ઘટનાને અંજામ આપ્યો હતો. ઘટનાની તસવીરો શેર કરતી વખતે અમેરિકાના હિંદુ-અમેરિકન ફાઉન્ડેશને સોશિયલ મીડિયા પર લખ્યું કે ખાલિસ્તાનીઓએ કેલિફોર્નિયાના નેવાર્કમાં સ્વામિનારાયણ મંદિર વાસણા સંસ્થાને નિશાન બનાવ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *