દર વખતે તમામ દેશ ભારતનું સમર્થન કરે એવું ન બની શકેઃ જયશંકર

Spread the love

આપણે જે ગત 10 વર્ષોમાં લોકો સાથે સંબંધો બનાવ્યા છે, તેમાં આપણને ખુબ સફળતા મળી છે અને અનેક દેશો સાથે સંબંધ મજબૂત થયા હોવાનો દાવો

નવી દિલ્હી

વિદેશ મંત્રી એસ. જયશંકરે માલદીવની સાથે ચાલી રહેલા વિવાદ પર મૌન તોડ્યું છે. જયશંકરે કહ્યું કે, ‘આની કોઈ ગેરેન્ટી ન આપી શકાય કે તમામ દેશ દર વખતે ભારતનું સમર્થન કરશે કે તેનાથી સહમત થશે.’

નાગપુરમાં ટાઉનહોલ બેઠક દરમિયાન જયશંકરે માલદીવ સાથે હાલમાં શરૂ થયેલા વિવાદ અંગે કહ્યું કે, ‘રાજનીતિમાં હું ગેરેન્ટી ન આપી શકું કે તમામ દેશ દર વખતે આપણું સમર્થન કરશે. આપણે જે ગત 10 વર્ષોમાં લોકો સાથે સંબંધો બનાવ્યા છે, તેમાં આપણને ખુબ સફળતા મળી છે અને અનેક દેશો સાથે સંબંધ મજબૂત થયા છે.’

જયશંકરે રાજનીતિક સંબંધોમાં ઉતાર-ચઢાવ છતા લોકો વચ્ચે સકારાત્મક ભાવનાઓને વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરતા વૈશ્વિક સ્તરે મજબૂત સંબંધ બનાવવા માટે ગત એક દાયકામાં ભારતના પ્રયાસો પર વાત કરી.

વિદેશ મંત્રી એસ. જયશંકરે તેની સાથે ચીન વિવાદ પર પણ પોતાનું મંતવ્ય રાખ્યું. તેમણે કહ્યું કે, ‘બોર્ડર પર સંઘર્ષ વચ્ચે ચીન સાથેના સંબંધો સામાન્ય રીતે આગળ વધવાની આશા ન રાખવી જોઈએ. કૂટનીતિ શરૂ રહે છે અને ક્યારેક ક્યારેક આકરી પરિસ્થિતિઓનું સમાધાન ઉતાવળે ન નિકળે.’

કાર્યક્રમ દરમિયાન જયશંકરે દર્શકોના સવાલના જવાબ પણ આપ્યા. તેમણે કહ્યું કે, ‘ભારત અને ચીન વચ્ચે બોર્ડર પર એકબીજા વચ્ચે સહમતિ નથી. નિર્ણય લેવાયો હતો કે, બંને પક્ષ સૈનિકોને એકઠા નહીં કરે અને પોતાની ગતિવિધિઓ અંગે એકબીજાને માહિતી આપશે, પરંતુ પાડોશી દેશે 2020માં આ કરારનું ઉલ્લંઘન કર્યું. ચીને મોટી સંખ્યામાં પોતાના સૈૈનિકોને એલએસી પર લઈ આવ્યું અને ગલવાનની ઘટના બની.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *