14 નિર્દોષ લોકોના ભોગ લેનાર હરણી બોટ દુર્ઘટનાના બનાવમાં એસઆઈટી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે
વડોદરા
હરણી તળાવમાં બનેલી બોટ દુર્ઘટનાના બનાવમાં મુખ્ય સૂત્રધાર પરેશ શાહને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે.
14 નિર્દોષ લોકોના ભોગ લેનાર હરણી બોટ દુર્ઘટનાના બનાવમાં એસઆઈટી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને અત્યાર સુધીમાં કોટીયા પ્રોજેક્ટના મુખ્ય સંચાલક બિનિત ગોટીયા અને પૂર્વ ટાઉન પ્લાનર ગોપાલ શાહ સહિત 8 ની ધરપકડ કરવામાં આવી છે.
સમગ્ર પ્રકરણમાં મુખ્ય સૂત્રધાર પરેશ શાહ હોવાની વિગતો ખુલતા પોલીસની ટીમ તેની પાછળ પડી હતી. પરેશ શાહ રાજસ્થાન ખાતે હોવાની વિગતોને પગલે પોલીસની ટીમ તેના સુધી પહોંચી હતી.
પરેશ શાહ વકીલને મળવા માટે વડોદરા આવવા નીકળ્યો હોવાની માહિતી મળતા પોલીસે તેને ગોધરા હાલોલ રોડ પરથી બસમાં જ ઝડપી પાડ્યો હોવાની પ્રાથમિક માહિતી મળી છે.
સીટનું સુપરવિઝન કરતા ડીસીપી પન્ના મોમાયા એ કહ્યું હતું કે, છત્તીસગઢ થી પકડાયેલો પુવૅ ટાઉન પ્લાનર ગોપાલ શાહ અને તેનો સાઢુ પરેશ શાહ રસ્તામાં છે અને ટૂંક સમયમાં વડોદરા પહોંચી જશે.