Breaking

યુરોપિયન બાસ્કેટબોલ જાયન્ટ મોવિસ્ટાર એસ્ટુડિયન્ટ્સ ભારતમાં બાસ્કેટબોલ કોચિંગને રૂપાંતરિત કરવા માટે કેસાડેમી સાથે ભાગીદારો નિકોલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે શાળાકીય સ્પર્ધાઓ અંતર્ગત રાજ્યકક્ષા બોક્સિંગ સ્પર્ધાનું આયોજન ચિંતન શિબિર-૨૦૨૪-રમત-ગમતની કાર્ય સંસ્કૃતિને પ્રોત્સાહિત કરવાં માટે રાજ્ય સરકાર કટિબદ્ધ- અશ્વિનીકુમાર ચિંતન શિબિર-૨૦૨૪- રાજ્યમાં ઓલિમ્પિક કક્ષાના ખેલાડીઓ તૈયાર કરવામાં જિલ્લા વહીવટી તંત્રની ભૂમિકા ખૂબ મહત્વની: મંત્રી હર્ષ સંઘવી ‘વિકસિત ભારત@2047 માટે રિયલ એસ્ટેટ સેક્ટરની ભૂમિકા’ના અનાવરણ સાથે CREDAIનો 25મો સ્થાપના દિવસ દિલ્હીમાં ઉજવવામાં આવશે

ધર્મપુરીમાં ફ્લાયઓવર પર ગાડીઓ અથડાતાં આગથી 4નાં મોત

Spread the love

અકસ્માતમાં 8 લોકો ઈજાગ્રસ્ત પણ થયા હતા, આ ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી, જેનો વીડિયો સામે આવ્યો


ધર્મપુરી
તમિલનાડુના ધર્મપુરી જિલ્લામાં એક ફ્લાયઓવર પર ભયંકર માર્ગ અકસ્માત સર્જાયો હતો. જેમાં 4 લોકોના મોત થયા હતા. એક પછી એક ગાડીઓની ટક્કર થતા આગ લાગી હતી. આ અકસ્માતમાં 8 લોકો ઈજાગ્રસ્ત પણ થયા હતા. આ અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી, જેનો વીડિયો સામે આવ્યો છે.
પોલીસના જણાવ્યા મુજબ આ અકસ્માત ધર્મપુરી જિલ્લાના થોપ્પુર ઘાટ રોડ પર સર્જાયો હતો. સીસીટીવી વીડિયોમાં પાછળથી એક ઝડપી ટ્રક આવતી દેખાય છે, જે ડમ્પર અને આગળ જતા અન્ય વાહનોને ટક્કર મારે છે. ટક્કર બાદ ડમ્પર આગળની ટ્રક સાથે અથડાયું હતું. આ પછી ડમ્પરે કાબુ ગુમાવ્યો અને ફ્લાયઓવર પરથી નીચે પડી ગયું. ડમ્પર નીચે પડે તે પહેલા એક કારને પણ ટક્કર મારી હતી. અકસ્માત દરમિયાન સૌ પ્રથમ ટક્કર મારનાર ટ્રકમાં આગ લાગી ત્યારબાદ એક કારમાં પણ આગ લાગી હતી.
અકસ્માતની માહિતી મળતાં જ ફાયરબ્રિગેડના જવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને કોઈક રીતે આગ પર કાબૂ મેળવ્યો હતો. ધર્મપુરીના ડીએમકે સાંસદ સેંથિલ કુમારે અકસ્માત પર શોક કરતાવ્યક્ત નિવેદન આપ્યું કે, “હું ધર્મપુરીના થોપ્પુર ઘાટ સેક્શન પર એલિવેટેડ હાઈવેને જલ્દી બનાવવા માટે લાંબા સમયથી માંગ કરી રહ્યો છું.”

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *