જાપાની વૈજ્ઞાનિકો દ્વારા રેકોર્ડ કરાયેલા વીડિયોથી જાણ થઈ કે છોડ આ હવાઈ સંકેતને કેવી રીતે મેળવે છે અને તેના પર રિએક્ટ કરે છે
ટોક્યો
જાપાનના વૈજ્ઞાનિકોની એક ટીમે અવિશ્વસનીય શોધ કરી છે. જેમાં છોડનો એકબીજા સાથે વાતચીત કરતો વીડિયો કેમેરામાં કેદ કર્યો છે. સાયન્સ એલર્ટ અનુસાર છોડ એરબોર્ન કમ્પાઉન્ડનો એક જાળથી ઘેરાયેલા હોય છે જેનો ઉપયોગ તે કમ્યુનિકેશન કરવા માટે કરે છે. આ કમ્પાઉન્ડ ગંધ જેવા હોય છે અને આજુબાજુના છોડને ખતરાં વિશે એલર્ટ કરે છે.
જાપાની વૈજ્ઞાનિકો દ્વારા રેકોર્ડ કરાયેલા વીડિયોથી જાણ થઈ કે છોડ આ હવાઈ સંકેતને કેવી રીતે મેળવે છે અને તેના પર રિએક્ટ કરે છે. સૈતામા યુનિવર્સિટીના મોલેક્યુલર બાયોલોજિસ્ટ માસાત્સુગુ ટોયોટાના નેતૃત્વમાં આ મહત્ત્વપૂર્ણ સિદ્ધીનું પ્રકાશ નેચર કમ્યુનિકેશન્સ મેગેઝિનમાં કરાયું હતું.
ટીમના અન્ય સભ્યોમાં પીએચડી સ્ટુડન્ટ્સ યુરી અરાતાની અને પોસ્ટડૉક્ટરલ રિસર્ચર તાકુયા ઉમુરા સામેલ હતા. ટીમે નોંધ લીધી કે કેવી રીતે એક અનડેમેજ છોડ કોઈ જીવાત દ્વારા ડેમેજ અથવા કોઈ અન્ય કારણોસર છોડ દ્વારા છોડાયેલા વોલાટાઈલ ઓગ્રેનિક કમ્પાઉન્ડસ (વીઓસી) પર પ્રતિક્રિયા આપે છે.
આ રિસર્ચમાં લેખકોએ જાણકારી આપી હતી કે વૃક્ષો કે છોડ મિકેનિકલ રીતે કે પછી ડેમેજ થયેલા છોડના માધ્યમથી છોડાયેલા વીઓસીને સમજે છે અને અલગ અલગ સંરક્ષણ પ્રતિક્રિયા માટે પ્રેરિત કરે છે. આ પ્રકારનું ઈન્ટરપ્લાન્ટ કમ્યુનિકેશન છોડને પર્યાવરણને લગતાં ખતરાથી બચાવે છે. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરાયો હતો જે વાયરલ થઇ રહ્યો છે.