નવી જાહેર ખબરમાં હવે એકનાથ શિંદે સાથે દેવેન્દ્ર ફડણવીસનો ફોટો પણ છાપવામાં આવ્યો, બંનેના નેતૃત્વને મહારાષ્ટ્રએ સાથ આપી છે એવી નોંધ પણ કરવામાં આવી
મુંબઈ
શિવસેના (શિંદે જૂથ) દ્વારા સોમવારે તમામ સમામચાર પત્રોમાં આપવામાં આવેલ જાહેરખબરને કારણે રાજકારણ ગરમાયું હતું. ત્યારે હવે આજે શિવસેનાએ ફરી એકવાર પહેલા પાના પર જાહેર ખબર આપી છે. આ જાહેરખબરમાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસનો ફોટો છાપવામાં આવ્યો છે. ઉપરાંત ઉપરની તરફ બાળા સાહેબ ઠાકરે, આનંદ દિઘે, નરેન્દ્ર મોદી અને અમિત શાહનો ફોટો પણ લગાવવામા આવ્યો છે.
ગઇકાલની જાહેર ખબરને કારણે રાજ્યના રાજકારણમાં મોટો વિવાદ ઊભો થયો હતો. ત્યારે વિવાદો બાદ હવે શિવસેના (શિંદે જૂથ) દ્વારા પોતાની ભૂલ સુધારતા નવી જાહેર ખબર આપવામાં આવી છે. આ નવી જાહેર ખબરમાં હવે એકનાથ શિંદે સાથે દેવેન્દ્ર ફડણવીસનો ફોટો પણ છાપવામાં આવ્યો છે. બંનેના નેતૃત્વને મહારાષ્ટ્રએ સાથ આપી છે એવી નોંધ પણ કરવામાં આવી છે. નરેન્દ્ર મોદીના સહકારથી વિકાસ પર્વ મહારાષ્ટ્રમાં આવ્યું છે એવું કેહવાય છે. ઉલ્લેખનીય છે કે ગઇકાલની જાહેરખબર દ્વારા ફડણવીસને ઉક્સાવવાનો પ્રયત્ન તરવામાં આવ્યો હતો. જોકે હવે એ ભૂલ સુધારી લેવામાં આવી છે.
ત્યારે એક દિવસના વિવાદ બાદ આખરે શિવસેના (શિંદે જૂથ) દ્વારા પોતાની ભૂલ સુધારીને નવી જાહેરખબર આપાવામાં આવી છે. જેમાં દેવેન્દ્ર્ ફડણવીસનો મોટો ફોટો અને સાથે સાથે ભારતીય જનતા પાર્ટીનું કમળનું ચિન્હ તથા તેની સાથે શિવસેનાનું ધનુષ્ય – બાણ પણ છાપવામાં આવ્યું છે. ગઇકાલે પ્રકાશિત થયેલ જાહેર ખબર અંગે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ પોતે આ જાહેરાત આપી જ નથી તેવું નિવેદન કર્યું હતું. કોલ્હાપૂરમાં યોજાયેલ કાર્યક્રમમાં એકનાથ શિંદેએ ફડણવીસની પ્રશંસા કરી. જોકે શિવસેના (શિંદે જૂથ) દ્વારા કરવામાં આવેલ ભૂલમાં તેઓ ભાજપના દબાણને કારણે સુધારો કરે છે એમ ચર્ચાઇ રહ્યું છે.