જસપ્રિત બુમરાહની મેચમાં નવ વિકેટ, રવિચંદ્રન અશ્વિનની બીજી ઈનિંગ્સમાં ત્રણ વિકેટ, પાંચ મેચની શ્રેણી 1-1થી બરોબર

વિશાખાપટ્ટનમ
ભારતે વિશાખાપટનમમાં રમાયેલી બીજી ટેસ્ટમાં ઈંગ્લેન્ડને 106 રનથી હરાવી દીધું છે. આ જીત સાથે જ ભારતે સીરિઝમાં 1-1ની બરાબરી કરી લીધી છે. ભારતને મુકાબલો જીતવામાં જસપ્રીત બુમરાહ, યશસ્વી જાયસવાલ, શુભમન ગિલ અને રવિચંદ્રન અશ્વિનનું મહત્ત્વનું યોગદાન રહ્યું. જાયસવાલે પહેલી ઈનિંગમાં 209 રન બનાવ્યા. જ્યારે બુમરાહે મેચમાં કુલ 9 વિકેટ લીધી. ત્યારે મુકાબલો ચોથા દિવસે જ ખતમ થઈ ગયો.
મેચમાં 399 રનોના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ઈંગ્લેન્ડ ટીમ 292 રન પર જ સમેટાઈ ગઈ. આ દરમિયાન ટીમ માટે જેક ક્રોલીએ સૌથી મોટી 73 રનોની ઈનિંગ રમી, જેમાં 8 ચોગ્ગા અને 1 છગ્ગો સામેલ રહ્યો. આ સિવાય કોઈ પણ ઈંગ્લિશ બેટર મોટી ઈનિંગ ન રમી શક્યો, જેને લઈને તેમણે મુકાબલામાં હારનો સામનો કરવો પડ્યો.
ભારતે મેચમાં ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો અને પહેલી ઈનિંગમાં 396 રન બોર્ડ પર લગાવ્યા. ટીમ માટે આ દરમિયાન યશસ્વી જાયસવાલે સૌથી મોટી 209 રનોની ઈનિંગ રમી, જેમાં 19 ચોગ્ગા અને 7 છગ્ગા સામેલ રહ્યા. જોકે, આ સિવાય પણ ભારતીય બેટર મોટી ઈનિંગ ન રમી શક્યા.
આ દરમિયાન પહેલી ઈનિંગમાં બેટિંગ કરવા ઉતરેલી ઈંગ્લેન્ડ 253 રનો પર જ સમેટાઈ ગઈ. ત્યારબાદ ઈન્ડિયાએ બીજી ઈનિંગમાં 255 રન બોર્ડ પર લગાવીને ઈંગ્લિશ ટીમને 399 રનનો ટાર્ગેટ આપ્યો, જે તેઓ હાંસલ ન કરી શક્યા.
