મપ્રના હરદામાં ફટાકડાની ફેક્ટરીમાં ગથી 12નાં મોત

Spread the love

વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે ભયાનક વિસ્ફોટ થઈ રહ્યા છે, જેના લીધે આસપાસના વિસ્તારોમાં ભૂકંપ જેવી સ્થિતિ સર્જાઈ હતી


ભોપાલ
મધ્યપ્રદેશમાં ફટાકડાં ફેક્ટરીમાં વિસ્ફોટની ઘટના સામે આવી રહી છે. ફેક્ટરીમાં એક પછી એક વિસ્ફોટના અવાજ સંભળાઈ રહ્યા છે. જેના લીધે ઊંચી ઊંચી આગની જ્વાળાઓ ઊઠી રહી છે. આ ફેક્ટરીમાં કામ કરનારા અનેક લોકો તેમાં ફસાયા હોવાની આશંકા છે. કેટલાક અહેવાલોમાં 12 લોકોના મોતનો દાવો કરવામાં આવી રહ્યો છે. જોકે અત્યાર સુધી મૃતકાંકની પુષ્ટી થઇ શકી નથી.
માહિતી અનુસાર વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે ભયાનક વિસ્ફોટ થઈ રહ્યા છે. જેના લીધે આસપાસના વિસ્તારોમાં ભૂકંપ જેવી સ્થિતિ સર્જાઈ હતી અને લોકો ડરના માર્યા આમ તેમ જીવ બચાવવા ભાગવા લાગ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *