મુંબઈ
રિલાયન્સ જિયોએ આજે જિયોપીસીના લોન્ચની જાહેરાત કરી છે, જે એક ક્રાંતિકારી ક્લાઉડ-આધારિત વર્ચ્યુઅલ ડેસ્કટોપ પ્લેટફોર્મ છે. આ પ્લેટફોર્મ દરેક ભારતીય પરિવાર માટે એઆઇ-રેડી અને સિક્યોર કમ્પ્યુટિંગ લાવશે. ભારતમાં કમ્પ્યુટિંગમાં ક્રાંતિ લાવવા માટે ડિઝાઇન કરાયેલું જિયોપીસી પ્રથમ પે-એઝ-યુ-ગો મોડેલ સાથે આવી રહ્યું છે, જેમાં કોઈ લોક-ઇન નથી અને ઝીરો મેઇન્ટેનન્સ છે. જિયોપીસી ભારતની ડિજિટલ સફરમાં એક પરિવર્તનકારી છલાંગ લગાવવાનું સીમાચિન્હ અંકિત કરે છે.

કોઈપણ પ્રારંભિક રોકાણ વગર ઓછામાં ઓછા ₹50,000ની કિંમતના હાઈ-એન્ડ પીસીની તમામ કાર્યક્ષમતા અને સુવિધાઓ મેળવો. જિયોપીસી ₹400/મહિનાથી શરૂ થતા પ્લાન્સ અને કોઈપણ લોક-ઇન વિના કોઈપણ સ્ક્રીનને સંપૂર્ણ કમ્પ્યુટરમાં પરિવર્તિત કરે છે. આ માટે કોઈ ખર્ચાળ હાર્ડવેર અથવા અપગ્રેડની જરૂર નથી. બસ પ્લગ ઇન કરો, સાઇન અપ કરો અને કમ્પ્યુટિંગ શરૂ કરો.
જિયોપીસી વ્યક્તિગત કમ્પ્યુટિંગની વ્યાખ્યાને ફરીથી લખે છે, આ એક ક્લાઉડ-સંચાલિત, નેક્સ્ટ-જેન એઆઇ-રેડી પીસી અનુભવ પૂરો પાડે છે જે:
- હંમેશા નવીનતમ ટેક્નોલોજી સાથે અપ-ટૂ-ડેટ: તમને કાયમ અદ્યતન સુવિધાઓ આપશે.
- ઝડપી અને અડચણ, વગર ઇન્સ્ટન્ટ બૂટ-અપ અને કોઈપણ મુશ્કેલી વિના અવિરત અનુભવ.
- ડિઝાઇન દ્વારા સુરક્ષિત, વાયરસ અને માલવેરથી નેટવર્ક-લેવલ સુરક્ષા સાથે સુરક્ષિત.
- એક્સેસ કરવા માટે, ફક્ત એક જિયો સેટ-ટોપ બોક્સ, કીબોર્ડ, માઉસ અને સ્ક્રીનની જરૂર પડશે.
કોઈપણ રિપેર, કોઈ ડેપ્રિસિયેશન અને કોઈપણ પ્રકારના વન-સાઇઝ-ફિટ્સ-ઓલ હાર્ડવેર વિના, જિયોપીસી ભારતની સતત વિકસિત થઈ રહેલી જરૂરિયાતોને અનુરૂપ બનાવવામાં આવ્યું છે, જે વિદ્યાર્થીઓ, વ્યાવસાયિકો, નાના બિઝનેસીસ અને વિકસતા પરિવારો – સૌને સમાન રીતે સુવિધાઓ પૂરી પાડે છે.
સર્જનાત્મકતા અને ઉત્પાદકતાને સશક્ત બનાવવા માટે જિયોપીસીએ અડોબી (Adobe) સાથે ભાગીદારી કરી છે, જે યુઝર્સને વિશ્વ-કક્ષાના ડિઝાઇન અને એડિટિંગ ટૂલ અડોબી એક્સપ્રેસ (Adobe Express)નો મફત ઍક્સેસ પૂરી પાડે છે. આ પ્લેટફોર્મમાં સબ્સ્ક્રિપ્શનમાં સમાવિષ્ટ તમામ મુખ્ય એઆઇ ટૂલ્સ તેમજ તમામ લોકપ્રિય એપ્લિકેશન્સ અને 512 જીબી ક્લાઉડ સ્ટોરેજનો પણ એક્સેસ સામેલ છે.
જિયોપીસી ભારતના ઝડપથી વિકસતા ડિજિટલ અર્થતંત્ર માટે બનાવવામાં આવ્યું છે – પછી તે એકલા હાથે બિઝનેસ કરનારા અને સંઘર્ષ કરનારા હોય કે શાળાએ જતા બાળકો હોય. તે આપે છે:
- ફ્લેક્સિબલ, ઓન-ડિમાન્ડ કમ્પ્યુટિંગ જેને ગમે ત્યારે અપગ્રેડ કરી શકાય છે.
- એક સબ્સ્ક્રિપ્શન-ફર્સ્ટ મોડેલ જે સુનિશ્ચિત કરે છે કે તમે ક્યારેય વધુ ચૂકવણી ન કરો અથવા ઓછું પર્ફોર્મન્સ ના મેળવો.
- એઆઇ-રેડી ટૂલ્સ થકી ઇનોવેટિવ લર્નિંગ, વર્ક-ફ્રોમ-એનીવ્હેર અને રોજિંદા કામ કરી શકો.
જિયોપીસી દેશભરના તમામ હાલના અને નવા જિયોફાઇબર અને જિયો એરફાઇબર ગ્રાહકો માટે ઉપલબ્ધ છે. નવા યુઝર્સ એક મહિના માટે આ સેવાનો મફતમાં લાભ લઈ શકે છે.
જિયોપીસી કમ્પ્યુટિંગને વધુ સ્માર્ટ, સુરક્ષિત અને ભવિષ્ય માટે સજ્જ બનાવે છે, જેમાં માલિકીનો કોઈ બોજ નથી. તે તમારી સાથે વિકસે છે, તમારી સાથે શીખે છે અને તમારી જરૂરિયાતોને અનુરૂપ વૃદ્ધિ પામે છે. ક્લાસરૂમથી લઈને નાની દુકાનો સુધી, હોમ ઓફિસથી લઈને ક્રિએટિવ સ્ટુડિયો સુધી — જિયોપીસી ભારતમાં “કમ્પ્યુટર-એઝ-એ-સર્વિસ”ના સ્વરૂપની ક્રાંતિ છે.
મુખ્ય વિશેષતાઓ
- માસિક ₹400થી શરૂ: ફ્લેક્સિબલ “પે-એઝ-યુ-ગો” પ્લાન્સ સાથે, કોઈ લોક-ઇન નથી.
- કોઈ હાર્ડવેરની જરૂર નથી: કોઈપણ સ્ક્રીનને સ્માર્ટ પીસીમાં રૂપાંતરિત કરે છે.
- સૌથી ઝડપી બૂટ-અપ: હંમેશા અપડેટ રહેશે અને ક્યારેય ધીમું નહીં પડે.
- નેટવર્ક-સ્તરની સુરક્ષા: વાયરસ, માલવેર અને હેક-પ્રૂફ.
- એઆઇ-રેડી ટૂલ્સ: શિક્ષણ, કામકાજ અને સર્જનાત્મકતા માટે.
- સમગ્ર ભારતમાં ઉપલબ્ધ: તમામ જિયોફાઇબર અને જિયો એરફાઇબર યુઝર્સ માટે.
- એક મહિનાની મફત ટ્રાયલ: જિયો વર્કસ્પેસ, માઇક્રોસોફ્ટ ઓફિસ (બ્રાઉઝર), 512 જીબી ક્લાઉડ સ્ટોરેજ સામેલ છે.
જિયોપીસી કેવી રીતે સેટ કરવું
- જિયોપીસી સેટ કરવું ખૂબ જ સરળ છે. નીચે આપેલા સ્ટેપ્સને અનુસરો:
- તમારા જિયો સેટ-ટોપ બોક્સને ચાલુ કરો અને એપ્સ સેક્શનમાં જાઓ.
- જિયોપીસી એપ ચાલુ કરો અને ‘ગેટ સ્ટાર્ટેડ’ પર ક્લિક કરો.
- તમારું કીબોર્ડ અને માઉસ પ્લગ ઇન કરો.
- તમારા લિંક કરેલા કોન્ટેક્ટ નંબરનો ઉપયોગ કરીને સાઇન ઇન કરો અથવા રજિસ્ટર કરવા માટે વિગતો આપો.
- લોગ ઇન કરો અને તરત જ તમારા ક્લાઉડ કમ્પ્યુટરનો ઉપયોગ કરવાનું શરૂ કરો.
