કર્ણાટક પોલીસને સહકાર ન આપતા ફેસબુકના ભારતમાં પ્રતિબંધની કોર્ટની ચીમકી

Spread the love

કોર્ટે ફેસબુકને આદેશ આપ્યો છે કે, જરૂરી માહિતી સાથેનો સંપૂર્ણ અહેવાલ એક સપ્તાહમાં કોર્ટમાં રજૂ કરવાનો રહેશે

બેંગલુરુ

કર્ણાટક હાઈકોર્ટે બુધવારે ફેસબુકને ચેતવણી આપી હતી કે, તેને ભારતમાં બાધ કરવાનો આદેશ જારી કરવા પર વિચાર કરીશુ. સાઉદી અરેબિયામાં જેલમાં બંધ ભારતીય નાગરિકના કેસમાં સુનાવણી દરમિયાન હાઈકોર્ટે આ ચેતવણી આપી હતી. કોર્ટે કહ્યું કે ફેસબુક કર્ણાટક પોલીસને સહકાર નથી આપી રહ્યું.

જસ્ટિસ કૃષ્ણ એસ. દીક્ષિતની પીઠે આ મામલે સુનાવણી કરી હતી. દક્ષિણ કન્નડ જિલ્લાના બિકર્ણકટ્ટેમાં રહેનારી કવિતાએ અરજી દાખલ કરી છે. કોર્ટે ફેસબુકને આદેશ આપ્યો છે કે, જરૂરી માહિતી સાથેનો સંપૂર્ણ અહેવાલ એક સપ્તાહમાં કોર્ટમાં રજૂ કરવાનો રહેશે.

કોર્ટે કહ્યું કે કેન્દ્ર સરકારે એ જાણકારી આપવી જોઈએ કે, જ્યારે ભારતીય નાગરિકની નકલી કેસમાં ધરપકડ કરવા પર શું કાર્યવાહી કરવામાં આવી હતી. મેંગલુરુ પોલીસે પણ આ મામલે સંપૂર્ણ તપાસ કરીને રિપોર્ટ રજૂ  કરવાનો રહેશે. આ મામલે આગામી સુનાવણી 22 જૂને થશે.

કવિતાએ પોતાની અરજીમાં જણાવ્યું કે, તેનો 52 વર્ષીય પતિ શૈલેષ કુમાર 25 વર્ષથી સાઉદી અરેબિયામાં એક કંપનીમાં કામ કરે છે. તે પોતે બાળકો સાથે પોતાના પૈતૃક સ્થળે રહે છે. 2019 માં શૈલેષે તેના ફેસબુક પેજ પર સીએએ (સિટિઝનશુપ એમેડમેન્ટ એક્ટ) અને એનઆરસી (નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન્સ) ના સમર્થનમાં એક મેસેજ પોસ્ટ કર્યો હતો. કોઈ અજાણ્યા વ્યક્તિએ શૈલેષના નામે નકલી ફેસબુક એકાઉન્ટ ખોલી સાઉદી અરેબિયાના રાજા અને ઈસ્લામ વિશે વાંધાજનક પોસ્ટ કરી હતી. આ અંગે શૈલેષને જાણ થતાં તેણે પરિવારને જણાવ્યું હતું. કવિતાએ આ અંગે મેંગલુરુ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. બીજી તરફ સાઉદી પોલીસે શૈલેષની ધરપકડ કરીને તેને જેલ હવાલે કરી દીધો હતો.

કવિતાએ નોંધાવેલી ફરિયાદના આધારે મેંગલુરુ પોલીસે તપાસ હાથ ધરી હતી. પોલીસે ફેસબુકને પત્ર લખીને નકલી ફેસબુક એકાઉન્ટ ખોલવા અંગે માહિતી માંગી હતી પરંતુ ફેસબુકે જવાબ આપ્યો ન હતો. 2021માં કવિતાએ હાઈકોર્ટમાં અરજી કરી અને તપાસમાં વિલંબ પર સવાલ ઉઠાવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *