એનઆઈએની વિનંતી પર આરોપીના પ્રત્યાર્પણની અરજીને સત્તાવાર રીતે મંજૂર કરવામાં આવી
નવી દિલ્હી
પંજાબમાં આતંકવાદી પ્રવૃતિઓને અંજામ આપનાર ખાલિસ્તાની આતંકવાદી અર્શદીપ સિંહ ઉર્ફે અર્શ ડલ્લાને કેનેડાથી ભારત લાવવાનો રસ્તો સાફ થઈ ગયો છે. આ સંદર્ભમાં એનઆઈએએ મોહાલીની વિશેષ અદાલતમાં અરજી દાખલ કરી હતી, જેને કોર્ટે સ્વીકારી લીધી છે.
મળતી માહિતી પ્રમાણે, એનઆઈએની વિશેષ અદાલતે કહ્યું કે, એનઆઈએએ આરોપી અર્શ દલ્લા વિરુદ્ધ અપરાધીના પ્રત્યાર્પણની માંગ કરી હતી.
ઈન્ટરપોલે તેની વિરુદ્વ 31 મે 2022ના રોજ રેડ કોર્નર નોટિસ જારી કરી હતી. આરોપીના પ્રત્યાર્પણની વિનંતી મોકલવા સાથે કેનેડિયન સત્તાવાળાઓ તરફથી પત્ર દ્વારા સંદેશાવ્યવહાર પણ પ્રાપ્ત થયો છે. ઉપરોક્ત સંજોગોમાં એનઆઈએની વિનંતી પર આરોપીના પ્રત્યાર્પણની અરજીને સત્તાવાર રીતે મંજૂર કરવામાં આવી છે.