
ગાંધીધામઃ
ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશન અને ગુજરાત સ્ટેટ વેટરન્સ ટેબલ ટેનિસ એસોસિયેશનના નેજા હેઠળ દસમી અને 11મી ફેબ્રુઆરીથી ટેબલ ટેનિસ એસોસિયેશન ઓફ અમદાવાદના ઉપક્રમે યોજાનારી ગોપાલ નમકીન બીજી ગુજરાત સ્ટેટ માસ્ટર્સ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં વેટરન્સ નેશનલ ચેમ્પિયન સુરતના મલય ઠક્કર મેન્સ 49+ કેટેગરીમાં ફેવરિટ તરીકે રમશે. આ ટુર્નામેન્ટ અમદાવાદમાં સ્પિન્ટર્સ ક્લબ ખાતે યોજાનારી છે.
જોકે મલય ઠક્કરને મોખરાના ક્રમના ગૌરવ દોશી સામેથી કપરો પડકાર મળે તેવી અપેક્ષા છે.
આ ટુર્નામેન્ટ ભૂજ મર્કેન્ટાઈલ કો-ઓપરેટિવ બેંક દ્વારા સ્પોન્સર કરવામાં આવી છે જેમાં વેન્યૂ પાર્ટનર સ્પિન્ટર્સ ક્લબ અને ઇક્વિપમેન્ટ સહકાર સ્ટિગા દ્વારા સાંપડેલો છે.
મેન્સ 39+ કેટેગરીમાં ભૂતપૂર્વ સ્ટેટ ચેમ્પિયન મલય પરીખ મુખ્ય દાવેદાર છે જોકે સુરતના મોખરાના ક્રમના વિરલ પટેલ અને વડોદરાના ભિનાંગ કોઠારી તેમને પડકાર આપી શકે છે.
મલય ઠક્કર અને મલય પરીખ તેમના પૂર્વ નિર્ધારિત કાર્યક્રમને કારણે જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં ગાંધીનગર ખાતે યોજાયેલી પ્રથમ ગુજરાત સ્ટેટ માસ્ટર્સ રેન્કિંગ ટુર્નામેન્ટમાં ભાગ લઈ શક્યા ન હતા. બંને પાસેથી આ વખતે શાનદાર દેખાવની અપેક્ષા રાખવામાં આવી રહી છે.
વિમેન્સ 39+ કેટેગરીમાં વેટરન્સ નેશનલ ચેમ્પિયન પ્રસુન્ના પારેખ પાસેથી ટાઇટલની અપેક્ષા રખાય છે.
અન્ય એક વેટરન્સ નેશનલ ચેમ્પિયન અને ભૂતપૂર્વ સ્ટેટ ચેમ્પિયન સોનલ જોશી વિમેન્સ 49+ કેટેગરીમાં ભાગ લેશે જ્યાં તે ફેવરિટ છે.
સીધા ક્વોલિફાઇ થનારા મોખરાના ખેલાડી.
મેન્સ 39+ વિરલ પટેલ (સુરત)
મેન્સ 49+ ગૌરવ દોશી(રાજકોટ)
મેન્સ 59+ સંજય તયાલ (અમદાવાદ)
મેન્સ 64+ કે જી પુરોહિત (ભાવનગર)
મેન્સ 69+ બી એસ વાઘેલા (અમદાવાદ)
વિમેન્સ 39+ પ્રસુન્ના પારેખ