સમીર વાનખેડે વિરુદ્ધ ‘પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ’ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો

મુંબઈ
ઈડીએ આજે એનસીબીના પૂર્વ ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. સમીર વાનખેડે વિરુદ્ધ ‘પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ’ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. ઈડીએ આ મામલે કેસ દાખલ કર્યા બાદ કેટલાક લોકોને સમન્સ પણ પાઠવ્યુ છે. તપાસ એજન્સી આ લોકોની મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ પણ કરશે.
બીજી તરફ ઈડી આ મામલે કેટલાક લોકોની પૂછપરછ પણ કરી ચૂકી છે. જોકે, હાલમાં જે લોકોને સમન્સ પાઠવવામાં આવ્યું છે તેમાંથી કેટલાક લોકો એનસીબી સાથે જેડાયેલા છે. આ ઉપરાંત કેટલાક અન્ય લોકો પણ સામેલ છે જેની પૂછપરછ કરવામાં આવશે. ઈડીએ એ તમામ લોકોને તપાસમાં સામેલ થવા માટે મુંબઈની ઈડી ઓફિસમાં બોલાવ્યા છે. સમીર વાનખેડે બોલીવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાનની ડ્રગ્સ કેસમાં ધરપકડ કર્યા બાદ લાઈમલાઈટમાં આવ્યા હતા.
મે 2003માં સીબીઆઈએ સમીર વાનખેડે અને અન્ય ચાર લોકો વિરુદ્ધ શાહરૂખ ખાનના પુત્ર આર્યનને ડ્રગ્સના કેસમાં ફસાવવાના એવેજમાં કથિત રીતે રૂ. 25 કરોડની લાંચ માંગવાના આરોપમાં એફઆઈઆર નોંધી હતી. આ તમામ લોકો પર લાંચના પ્રથમ હપ્તા તરીકે 50 લાખ રૂપિયા લેવાનો આરોપ હતો. કેસ નોંધ્યા બાદ સીબીઆઈએ 29 ઠેકાણે દરોડા પાડ્યા હતા.
ત્યારબાદ સમીર વાનખેડેએ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. જેમાં એફઆઈઆર રદ કરવાની સાથે કાર્યવાહીની વચગાળાની સુરક્ષાની માંગ કર હતી. બીજી તરફ હવે આ જ એફઆઈઆરને આધાર બનાવતા ઈડીએ વાનખેડે વિરુદ્ધ મની લોન્ડરિંગનો કેસ દાખલ કર્યો છે.
સમીર વાનખેડેએ સીબીઆઈની એફઆઈઆર વિરુદ્ધ બોમ્બે હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. આ સાથે જ કાર્યવાહીથી સુરક્ષાની માંગણી કરી હતી. આવી જ રીતે વાનખેડેએ ઈડી કેસ સામે પણ આવી જ માંગણી કરી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે ઈડી કેસમાં રાહતની માંગ કરતા વાનખેડેએ હાઇકોર્ટ સમક્ષ પોતાની અરજીમાં કહ્યું છે કે વર્ષ 2023માં નોંધાયેલી સીબીઆઈની એફઆઈઆર અને ઈસીઆઈઆર પર ઈડીની આ અચાનક કાર્યવાહી વેર અને દ્વેષની નિશાની છે.
