લોકસભાની ચૂંટણી પહેલાં સીસીએ લાગુ થશેઃ અમિત શાહ

Spread the love

સીએએ કોઈની નાગરિકતા નહીં છીનવે, આપણા મુસ્લિમ ભાઈઓને સીએએને લઈને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા હોવાનો દાવો


નવી દિલ્હી
લોકસભાની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટી એક્ટિવ થઈ ગઈ છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એક મોટી જાહેરાત કરી છે. એક સમિટમાં ગૃહમંત્રીએ કહ્યું કે, ‘નાગરિકતા સંશોધન કાયદો (સીએએ) ચૂંટણી પહેલા દેશભરમાં લાગુ કરવામાં આવશે. હું સ્પષ્ટ કરવા માંગુ છું કે સીએએ કોઈની નાગરિકતા નહીં છીનવે.’
વિપક્ષ પર આરોપ લગાતા કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું, ‘નાગરિકતા સંશોધન કાયદાનો ઉદ્દેશ્ય માત્ર પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશના લઘુમતીઓને જ નાગરિકતા આપવાનો છે જેઓ ધાર્મિક અત્યાચારનો સામનો કરી રહ્યા છે. આપણા મુસ્લિમ ભાઈઓને સીએએને લઈને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે અને ઉશ્કેરવામાં આવી રહ્યા છે.’
થોડા દિવસો પહેલા કેન્દ્રીય મંત્રી શાંતનુ ઠાકુરે દાવો કર્યો હતો કે આગામી સાત દિવસમાં સીએએ લાગુ કરવામાં આવશે. નાગરિકતા સંશોધન કાયદો ડિસેમ્બર 2019માં જ સંસદમાં પસાર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ રાષ્ટ્રપતિએ આ બિલને મંજૂરી આપી હતી અને કાયદો બની ગયો હતો. આ કાયદામાં બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના ધાર્મિક લઘુમતીઓને નાગરિકતા આપવાની પણ જોગવાઈ છે.
સીએએ બિલ પાસ થતા તેનો દેશભરમાં વિરોધ થયો હતો. દિલ્હીના શાહીન બાગમાં મહિલાઓ ધરણા પર બેસી ગઈ હતી. 2023માં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દાવો કર્યો હતો કે,’સીએએ લાગુ કરવા કોઈ રોકી શકશે નહીં.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *