ઈંગ્લેન્ડ સામે ટીમ ઈન્ડિયા માટે સરફરાઝ ખાને ડેબ્યુ કર્યું

Spread the love

ભારતીય ટીમની કેપ જોઈને સરફરાઝના પિતા પોતાના આંસુ રોકી શક્યા ન હતા

રાજકોટ

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી 5 મેચની ટેસ્ટ સીરિઝની ત્રીજી મેચ રાજકોટમાં રમાઈ રહી છે. આ ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમમાં ચાર મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. ભારતીય ટીમના પ્લેઇંગ-11માં સરફરાઝ ખાનને સામેલ કરવામાં આવ્યો છે. સરફરાઝ આજે ભારત તરફથી ટેસ્ટ ડેબ્યુ કરશે. તેને ટોસ પહેલા ભારતીય ટીમની કેપ આપવામાં આવી હતી. સરફરાઝ કેપ સાથે સ્ટેડિયમમાં હાજર તેના પિતા પાસે પહોંચ્યો હતો. ભારતીય ટીમની કેપ જોઈને સરફરાઝના પિતા પોતાના આંસુ રોકી શક્યા ન હતા. બીસીસીઆઈએ આ ખાસ ક્ષણની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે.

ભારતીય ટીમે રાજકોટ ટેસ્ટ માટે સરફરાઝ ખાન અને ધ્રુવ જુરેલને પ્લેઈંગ-11માં સામેલ કર્યા છે. આ બંને ખેલાડી ડેબ્યુ ટેસ્ટ મેચ રમશે. સરફરાઝના કરિયરની આ પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ હશે. આ બંને ખેલાડીઓને મેચ પહેલા ભારતીય ટીમની કેપ આપવામાં આવી હતી. અનિલ કુંબલેએ મુંબઈના સ્ટાર બેટર સરફરાઝ ખાનને ડેબ્યુ કેપ આપી હતી. જયારે દિનેશ કાર્તિકે ધ્રુવ જુરેલને ટેસ્ટ કેપ આપી હતી સરફરાઝ ટેસ્ટ કેપ લઈને પિતા પાસે પહોંચ્યો હતો. આ જોઈને તેના પિતા ભાવુક થઈ ગયા અને પોતાના આંસુ રોકી શક્યા નહીં. તેમણે સરફરાઝને ગળે લગાવ્યો હતો.

સરફરાઝ ખાનનો રેકોર્ડ અત્યાર સુધી સારો રહ્યો છે. તેણે ફર્સ્ટ ક્લાસમાં ત્રેવડી સદી પણ ફટકારી છે. તેણે ટેસ્ટ ફોર્મેટની 45 મેચમાં 3912 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 14 સદી અને 11 ફિફ્ટી ફટકારી છે. સરફરાઝનો સર્વશ્રેષ્ઠ સ્કોર અણનમ 301 રન રહ્યો છે. તેણે 37 લિસ્ટ-એ મેચમાં 629 રન બનાવ્યા છે. સરફરાઝે 96 T20 મેચ પણ રમી છે. જેમાં 1188 રન બનાવ્યા છે.

સરફરાઝ ખાન ભારત-એ તરફથી પણ રમી ચૂક્યો છે. તેણે તાજેતરમાં ઈંગ્લેન્ડ લાયન્સ સામે સદી ફટકારી હતી. સરફરાઝે 24 જાન્યુઆરીએ અમદાવાદમાં રમાયેલી મેચમાં 161 રન બનાવ્યા હતા. આ પહેલા એક ઇનિંગમાં 55 રન બનાવ્યા હતા. તેણે 12 જાન્યુઆરીએ ઈંગ્લેન્ડ લાયન્સ સામે 96 રનની ઈનિંગ રમી હતી.

Total Visiters :131 Total: 1500353

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *