હેનલે પાસપોર્ટ ઈન્ડેક્સમાં ફ્રાન્સ ટોપ પર રહ્યું, ફ્રાન્સની સાથે જર્મની, ઈટલી, જાપાન, સિંગાપુર અને સ્પેન ટોપ પર

વોશિંગ્ટન
હેનલે પાસપોર્ટ ઈન્ડેક્સ 2024 જાહેર થઈ ચૂક્યો છે, જેમાં ફ્રાન્સ ટોપ પર છે. ફ્રાન્સનો પાસપોર્ટ ઘરાવતા લોકો 194 દેશોમાં વગર વીઝાએ મુસાફરી કરી શકે છે. કોઈપણ દેશના પાસપોર્ટની મજબૂતીથી ખબર પડે છે કે તેઓ એક સોફ્ટ પાવર તરીકે વિશ્વમાં કેટલો પ્રભાવશાળી છે. હેનલે પાસપોર્ટ ઈન્ડેક્સમાં ભારતે આ વર્ષે ખરાબ પ્રદર્શન કર્યું છે અને ભારતીય પાસપોર્ટ એક સ્થાન નીચે ખસીને 85માં નંબરે આવી ગયો છે.
કોઈ દેશનો પાસપોર્ટ કેટલો મજબૂત છે, હેનલે ઈન્ડેક્સમાં તે નક્કી વીઝા ફ્રી એક્સેસથી કરવામાં આવે છે. એટલે જે દેશના પાસપોર્ટનો ઉપયોગ કરીને સૌથી વધુ દેશોમાં વગર વીઝા યાત્રા કરી શકાય છે, તે પાસપોર્ટ સૌથી મજબૂત હોય છે.
હેનલે પાસપોર્ટ ઈન્ડેક્સમાં ફ્રાન્સ ટોપ પર રહ્યું છે. ફ્રાન્સની સાથે જર્મની, ઈટલી, જાપાન, સિંગાપુર અને સ્પેન ટોપ પર છે. ભારતનો પાસપોર્ટ 2024માં ગત વર્ષની સરખામણીએ એક સ્થાન નીચે આવી ગયો છે.
ભારતના રેન્કિંગમાં ઘટાડો થોડો ચોંકાવનારો છે, કારણ કે ગત વર્ષ જ્યારે ભારતના પાસપોર્ટધારકો 60 દેશોમાં વીઝા ફ્રી મુસાફરી કરી શકતા હતા, પરંતુ આ વર્ષે વીઝા ફ્રી દેશોની સંખ્યા વધીને 62 થઈ ગઈ છે.
ત્યારે, પાકિસ્તાનના રેન્કિંગની વાત કરીએ તો, આ ગત વર્ષની જેમ આ વખતે પણ 106માં નંબરે છે. ભારતના પાડોશી દેશ બાંગ્લાદેશ પણ ગત વર્ષથી એક સ્થાન નીચે 101થી 102માં સ્થાને આવી ગયું છે.
ભારતના સમુદ્રી પાડોશી માલદીવનો પાસપોર્ટ પહેલાની જેમ જ મજબુત થયો છે. માલદીવનો પાસપોર્ટ 58માં સ્થાને છે અને માલદીવના પાસપોર્ટ ધારકો 96 દેશોમાં વીઝા ફ્રી મુસાફરી કરી શકે છે.
હેનલે પાસપોર્ટ ઈન્ડેક્સમાં ચીનના પાસપોર્ટે ઘણું સારું પ્રદર્શન કર્યું છે. વર્ષ 2023માં જ્યારે ચીનનો પાસપોર્ટ 66માં સ્થાને હતો, ત્યારે આ વર્ષે બે પોઈન્ટ વધીને 64માં સ્થાને આવી ગયો છે. ચીને કોવિડ મહામારી બાદ પોતાના પર્યટનને પુનર્જિવિત કરવા માટે અનેક યૂરોપીય દેશોને વીઝા ફ્રી એન્ટ્રી આપી છે.
ત્યારે, અમેરિકાનો પાસપોર્ટ પણ ગત વર્ષના મુકાબલે આ વર્ષે મજબૂત થયો છે. ગત વર્ષ અમેરિકા 7માં સ્થાને હતું પરંતુ આ વર્ષે આ 6ઠ્ઠા સ્થાને આવી ગયું છે.
