વપરાશકર્તાઓ લૉગઇન કરવા અને સ્વિચ કરવા માટે કોઈપણ એક એકાઉન્ટ પસંદ કરી શકશે
નવી દિલ્હી
વોટ્સએપએ પહેલાથી જ એન્ડ્રોઈડ, આઈઓએસ, વિન્ડોસ અને મેકઓએસ સહિતના તમામ પ્લેટફોર્મ પર કમ્પેનિયન મોડ ઉપલબ્ધ કરાવ્યો છે. જો તમે એનાથી અજાણ હો તો, કમ્પેનિયન મોડ વપરાશકર્તાઓને પ્રાથમિક ઉપકરણમાંથી લૉગ આઉટ કર્યા વિના અન્ય ચાર ઉપકરણો પર સમાન વોટ્સએપ એકાઉન્ટનો ઉપયોગ કરવાની મંજૂરી આપે છે. હવે, કંપની મલ્ટિ-એકાઉન્ટ સપોર્ટ નામના અન્ય ફીચર પર કામ કરી રહી છે.
એક અહેવાલ મુજબ, મલ્ટિ-એકાઉન્ટ ફીચર હજું ડેવલપમેન્ટ તબક્કામાં છે અને હજુ સુધી બીટા ટેસ્ટર્સ માટે રોલઆઉટ કરવામાં આવ્યું નથી. જો કે, આ ફીચર વ્હોટ્સએપ ફોર બિઝનેસ વર્ઝન 2.23.13.5માં જોવા મળ્યું છે જે પહેલાથી જ ગૂગલ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ છે.
તેથી એવી આશા રાખવામાં આવે છે કે વોટ્સએપ ટૂંક સમયમાં બીટા યુઝર્સ સાથે ફીચરનું ટેસ્ટિંગ શરૂ કરશે. જોકે, આ અંગે કોઈ માહિતી ઉપલબ્ધ નથી. નવી મલ્ટિ-એકાઉન્ટ સુવિધા કેવી રીતે કામ કરે છે? પોસ્ટ કરેલા સ્ક્રીનશૉટ્સ મુજબ, કંપનીએ એક નવું મેનૂ ઉમેર્યું છે જે વપરાશકર્તાઓને એક જ એપ્લિકેશન સાથે લિંક કરેલા વિવિધ એકાઉન્ટ્સ પસંદ કરવા દેશે.
વપરાશકર્તાઓ લૉગઇન કરવા અને સ્વિચ કરવા માટે કોઈપણ એક એકાઉન્ટ પસંદ કરી શકે છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે એકવાર તમે એકાઉન્ટમાં લોગ ઇન કરી લો, તે ત્યાં સુધી રહેશે જ્યાં સુધી યુઝર ડિવાઇસમાંથી મેન્યુઅલી લોગ આઉટ ન કરે.
આ ફીચર યુઝર્સને કેવી રીતે મદદ કરશે?:- મલ્ટી-એકાઉન્ટ ફીચર પોતાનામાં એક ખૂબ જ મહત્વપૂર્ણ ફીચર છે. આની મદદથી યુઝર્સ તેમના પર્સનલ અને બિઝનેસ વોટ્સએપ એકાઉન્ટને એક જ ડિવાઈસ પર ચલાવી શકશે. આ વપરાશકર્તાઓ માટે વધુ સારી ગોપનીયતા અને એકાઉન્ટ મેનેજમેન્ટને સક્ષમ કરશે. તમને યાદ કરાવી દઈએ કે આ ફીચર ટેસ્ટીંગ તબક્કામાં છે અને વ્હોટ્સએપ બિઝનેસ માટે છે.