ગઝલ ગાયક પદ્મશ્રી પંકજ ઉધાસનું 72 વર્ષની વયે નિધન

Spread the love

ગુજરાતના જેતપુરમાં જન્મેલા ગાયકે મુંબઈની બ્રિચ કેન્ડી હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ લીધા

મુંબઈ

બોલિવૂડના પ્રખ્યાત ગઝલ ગાયક પંકજ ઉધાસનું 72 વર્ષની ઉંમરે નિધન થયું છે. તેમની પુત્રી નાયાબ ઉદાસે પિતાની નિધનની માહિતી આપી છે. નાયાબે એક પોસ્ટ લખ્યું છે કે, ‘હું તમને બધાને ખૂબ દુઃખ સાથે જણાવી રહી છું કે, પદ્મશ્રી પંકજ ઉધાસનું 26 ફેબ્રુઆરી-2024ના રોજ નિધન થ છે. તેઓ લાંબા સમયથી બિમાર હતા.’

પંકજ ઉધાસના પીઆરએ જણાવ્યું કે, તેમનું આજે સવારે 11.00 કલાકે બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં નિધન થયું હતું. તેઓ લાંબા સમયથી બિમાર હતા. ઘણા દિવસોથી તેમની તબિયત લથડી હતી. સંગીત કલાકારના નિધનના અહેવાલો સામે આવતા જ બોલિવૂડ જગત સહિત તેમના ચાલકોને પણ આઘાત લાખ્યો છે. તમામ લોકો સોશિયલ મીડિયા પર સંગીતકારને આખરી શ્રદ્ધાંજલી આપી રહ્યા છે.

પંકજ ઉધાસનો જન્મ 17 મે, 1951ના રોજ ગુજરાતના જેતપુરમાં થયો હતો. તેઓ એક પ્રખ્યાત ગાયક હતા અને તેમણે દેશ સહિત વિશ્વભરમાં પણ નામના મેળવી છે.  ઉધાસે 1980ના દાયકામાં તેમના કરિયરની શરૂઆત કરી હતી તેમના કેટલાક સૌથી પ્રખ્યાત ગીતોમાં ‘ચિઠ્ઠી આઈ હૈ’, ‘ચિત્કારા’, મેં તો કહી દીયા’, ‘તુજે દેખા તો યે જાના સનમ’ અને ‘જિંદગી કા સફર’નો સમાવેશ થાય છે. ઉધાસે ફિલ્મો માટે પણ ઘણા ગીતો ગાયા છે, જેમાં ‘મિર્ચ મસાલા’, ‘સરદાર’ અને ‘દિલ કા રીશતા’નો સમાવેશ થાય છે. 

તેઓ એક સફળ અભિનેતા પણ હતા. તેમણે ઘણી ગુજરાતી, હિન્દી ફિલ્મો, ટેલિવિઝન શોમાં અભિનય કર્યો હતો. ઉધાસને તેમના અભિનય માટે અનેક પુરસ્કારો પણ મળ્યા છે.  પંકજ ઉધાસ ભારતીય સંગીત ઉદ્યોગના સૌથી પ્રિય અને આદરણીય કલાકારોમાંના એક છે. તેમની પ્રતિભા અને સિદ્ધિઓને હંમેશા યાદ કરવામાં આવશે.

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *