Breaking

યુરોપિયન બાસ્કેટબોલ જાયન્ટ મોવિસ્ટાર એસ્ટુડિયન્ટ્સ ભારતમાં બાસ્કેટબોલ કોચિંગને રૂપાંતરિત કરવા માટે કેસાડેમી સાથે ભાગીદારો નિકોલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે શાળાકીય સ્પર્ધાઓ અંતર્ગત રાજ્યકક્ષા બોક્સિંગ સ્પર્ધાનું આયોજન ચિંતન શિબિર-૨૦૨૪-રમત-ગમતની કાર્ય સંસ્કૃતિને પ્રોત્સાહિત કરવાં માટે રાજ્ય સરકાર કટિબદ્ધ- અશ્વિનીકુમાર ચિંતન શિબિર-૨૦૨૪- રાજ્યમાં ઓલિમ્પિક કક્ષાના ખેલાડીઓ તૈયાર કરવામાં જિલ્લા વહીવટી તંત્રની ભૂમિકા ખૂબ મહત્વની: મંત્રી હર્ષ સંઘવી ‘વિકસિત ભારત@2047 માટે રિયલ એસ્ટેટ સેક્ટરની ભૂમિકા’ના અનાવરણ સાથે CREDAIનો 25મો સ્થાપના દિવસ દિલ્હીમાં ઉજવવામાં આવશે

ભારતીય એમએસએમઈને સપોર્ટ કરનારી અગ્રણી ટેકનોલોજી કંપની SMBXLએ ભારતનો પ્રથમ બી2બી ઓનલાઇન મશીન ટૂલ્સ એક્સ્પો લૉન્ચ કર્યો

Spread the love

ઓનલાઇન બી2બી મશીન ટૂલ્સ એક્સ્પો એ મશીન ટૂલ કંપનીઓ માટેનું સૌથી મોટું ઓનલાઇન પ્લેટફૉર્મ છે. ભારતના 106 શહેરોમાંથી 35+ કેટેગરીઓનું પ્રતિનિધિત્વ કરનારી 1250થી વધારે મશીન ટૂલ કંપનીઓ આ ઓનલાઇન એક્સ્પોમાં ભાગ લઈ રહી છે.

હૈદરાબાદ

 એમએસએમઈને સપોર્ટ કરનારી અગ્રણી ટેકનોલોજી કંપની SMBXLએ ભારતનો પ્રથમ ઓનલાઇન બી2બી મશીન ટૂલ્સ એક્સ્પો લૉન્ચ કર્યો છે. આ એક્સ્પોમાં ભારતના 106 શહેરોમાંથી 1250 મશીન ટૂલ કંપનીઓ ભાગ લઈ રહી છે. તેમાં ભાગ લઈ રહેલી કંપનીઓ 35થી વધારે મશીન ટૂલ્સ કેટેગરીઓનું પ્રતિનિધિત્વ કરે છે અને તે પાંચ લાખ ઉત્પાદનકર્તાઓ, સંભવિત ગ્રાહકો, ડીલરો અને બિઝનેસ પાર્ટનરોને આકર્ષે તેવી અપેક્ષા છે.

આ ઓનલાઇન બી2બી મશીન ટૂલ્સ એક્સ્પો 26 ફેબ્રુઆરીથી 10 માર્ચ, 2024 સુધી ચાલશે. આ એક્સ્પોમાં પ્રદર્શકો સિવાય ત્રીસથી વધારે ઓનલાઇન ડેમોન્સ્ટ્રેશન સેશનો પણ યોજાશે, જેમાં ભાગ લઈ રહેલી મશીન ટૂલ કંપનીઓ મુલાકાતીઓ અને તેમાં ભાગ લઈ રહેલી અન્ય કંપનીઓના લાભ માટે તેમના ઉત્પાદનો રજૂ કરશે. તે ખૂબ જ રોમાંચક વિશેષતા છે, કારણ કે, તે મધ્યમ અને નાની મશીન ટૂલ કંપનીઓને તેમના ઉત્પાદનો તથા તેમણે બનાવેલા અન્ય કોઈ નવીનીકરણોને વ્યાપક દર્શકો સમક્ષ પ્રદર્શિત કરવા માટે એક પ્લેટફૉર્મ પૂરું પાડે છે.

ઓનલાઇન બી2બી મશીન ટૂલ્સ એક્સ્પો એ મશીન ટૂલ કંપનીઓ માટે ફ્રી છે. આ તક તેમને નવા માર્કેટો અને નવા સ્થળોએ તેમની ડિજિટલ હાજરી વધારવામાં મદદરૂપ થશે. આ એક્સ્પોમાં ભારતમાંથી અને વિદેશોમાંથી પાંચ લાખથી વધારે મુલાકાતીઓ ભાગ લે તેવી અપેક્ષા છે.

ઓનલાઇન મશીન ટૂલ એક્સ્પોના લૉન્ચના પ્રસંગે વાત કરતાં SMBXLના સહ-સ્થાપક અને ચીફ ઓપરેટિંગ ઑફિસર પ્રીતિ ઉબાલેએ જણાવ્યું હતું કે, આ ઓનલાઇન એક્સ્પોની રચના મશીન ટૂલ્સના ક્ષેત્રમાં કામ કરી રહેલી ભારતીય એમએસએમઈને મદદરૂપ થવા માટે કરવામાં આવી છે, જેથી કરીને આ કંપનીઓ ખૂબ મોટી સંખ્યામાં દર્શકો અને ભૌગોલિક રીતે ખૂબ જ છુટા-છવાયાં દર્શકો સમક્ષ પોતાના ઉત્પાદનોને દર્શાવી શકે. આ એક્સ્પોનો હેતુ એમએસએમઈને તેમની પહોંચ, વિઝિબિલિટી અને તેમના વેચાણને ઝડપથી વધારવામાં મદદરૂપ થવાનો છે. તેનાથી મશીન ટૂલ કંપનીઓને ઉત્પાદનકર્તાઓ, ડીલરો અને સપ્લાયરો સાથે સીધું જ જોડાણ કરવાનું તથા સંભવિત બિઝનેસ પાર્ટનરો, ડીલર નેટવર્ક અને મહત્વના હિતધારકોની સાથે નેટવર્ક ઊભું કરવાનું ખૂબ જ સરળ અને સગવડભર્યું બની જશે.

SMBXLએ ઓનલાઇન બી2બી મશીન ટૂલ્સ એક્સ્પોની રચના ખૂબ જ કાળજીપૂર્વક કરી છે, જેથી કરીને એ ખાતરી થઈ શકે કે તેમાં ભાગ લઈ રહેલી કંપનીઓને તેમાંથી ખૂબ લાભ મળી શકે. તેમાં ભાગ લઈ રહેલી કંપનીઓ થ્રીડી પ્રિન્ટિંગ (એડિટિવ મેન્યુફેક્ચરિંગ), પાવર ટૂલ્સ, બોરિંગ, સીએનસી મશીન, લેથ, વૂડવર્કિંગ મશીન્સ અને ટૂલ્સ, કટિંગ ટૂલ્સ, ડ્રિલ પ્રેસ સહિતના ડ્રિલિંગ મશીન, ફિશિંગ મશીન, ફૉર્મિંગ ટૂલ્સ, બ્રોચિંગ, વેલ્ડિંગ, ઇલેક્ટ્રિકલ ડિસ્ચાર્જ મશીન, લેઝર કટિંગ મશીન વગેરે જેવી વિવિધ મશીન ટૂલ કેટેગરીઓનું પ્રતિનિધિત્વ કરે છે.

તેની ટેકનિકલ અને કસ્ટમર સપોર્ટ ટીમોને ઓનલાઇન બી2બી મશીન ટૂલ્સ એક્સ્પોનું આયોજન કરવામાં અને તેની ડીઝાઇન તૈયાર કરવામાં 3 મહિનાથી વધારેનો સમય લાગ્યો છે. મશીન ટૂલ કંપનીઓની જરૂરિયાતોને સમજવા માટે તેમની સાથે ઘણી બધી બેઠકો યોજવામાં આવી હતી. તેના દેખાવ અને અનુભૂતિ તથા તેમાંથી પ્રાત થતાં અનુભવની રચના મશીન ટૂલ ઇન્ડસ્ટ્રી પાસેથી મળેલા ખૂબ જ મૂલ્યવાન પ્રતિભાવની મદદથી કરવામાં આવી છે. એબ્રેસિવ્સ, મશીન કમ્પોનેન્ટ્સ, પાર્ટ્સ અને સ્પેર્સ જેવા ઉદ્યોગો પણ આ ઓનલાઇન બી2બી મશીન ટૂલ્સ એક્સ્પોમાં ભાગ લઈ રહ્યાં છે, જેથી કરીને સમગ્ર ઇકોસિસ્ટમનું પ્રતિનિધિત્વ થાય તેની ખાતરી કરી શકાય. તેનાથી મુલાકાતીઓ તેમજ તેમાં ભાગ લઈ રહેલી મશીન ટૂલ કંપનીઓને જોડાણ કરવાથી લાભ થશે.

ભારતીય એમએસએમઈને સપોર્ટ કરવાના એકમાત્ર હેતુની સાથે વર્ષ 2018માં SMBXLની સ્થાપના થઈ હતી. સંચાલનના છેલ્લાં 6 વર્ષમાં SMBXL ઘણાં પહેલ કરનારા ઉકેલો લાવી છે, જેની રચના એમએસએમઈ જે સમસ્યાઓનો સામનો કરી રહી છે, તેને ઉકેલવા માટે કરવામાં આવી છે. એમએસએમઈને સમજીને SMBXL એ વાતની ખાતરી કરે છે કે, તેઓ તેમના ગ્રાહકોને ટેકનિકલ રીતે સપોર્ટ પૂરો પાડવાની સાથે-સાથે તેમને તેમની બ્રાન્ડને મજબૂત બનાવવા માટેની તકો પણ પૂરી પાડવામાં આવે – ઓનલાઇન એક્સ્પો એ તેનું એક ઉદાહરણ છે. SMBXLનું માનવું છે કે, ટેકનોલોજી બિઝનેસને સક્ષમ બનાવે તે મહત્વપૂર્ણ છે, જે એમએસએમઈને તેમના સંચાલનનો વ્યાપ વધારવામાં અને વધુને વધુ આવક રળવામાં મદદરૂપ થાય.

આ ઓનલાઇન એક્સ્પોની રચના મશીન ટૂલ્સના ક્ષેત્રમાં કામ કરી રહેલી ભારતની માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝિસને વ્યાપક એક્સપોઝર આપવાની દ્રષ્ટિથી કરવામાં આવી છે, જેથી કરીને તેમને બિઝનેસની નવી તકો શોધવામાં મદદરૂપ થઈ શકાય. આ એક્સ્પો ભારતીય મશીન ટૂલ એમએસએમઈ દ્વારા તૈયાર કરવામાં આવેલી વિવિધ ટેકનોલોજીઓ, ઉત્પાદનો અને સેવાઓને પ્રદર્શિત કરવાની સાથે-સાથે તેમને તેમના વેપારને પ્રોત્સાહન આપવા, સંયુક્ત ઉદ્યમો સ્થાપવા, ટેકનોલોજી ટ્રાન્સફર કરવા, માર્કેટિંગની ગોઠવણો કરવા અને પોતાની એક અલાયદી ઓળખ ઊભી કરવા ઉપરાંત બિઝનેસ કરવાની ઉત્તમ તકો પણ પૂરી પાડે છે.

ઓનલાઇન બી2બી મશીન ટૂલ્સ એક્સ્પોને માર્કેટ કરવામાં મદદરૂપ થવા SMBXLએ સમગ્ર દેશમાં આવેલા મશીન ટૂલ એસોસિયેશનો અને મશીન ટૂલ ક્લસ્ટરોને લક્ષિત કરીને વર્ચ્યુઅલ કેમ્પેઇન શરૂ કર્યું છે. આ માટે ટીમે ગ્રાહકોની સતત વિકસતી જઈ રહેલી પ્રાધાન્યતાઓ, ડીઝાઇનમાં આવી રહેલા નવીનીકરણો તથા વિવિધ એન્ગેજમેન્ટ ચેનલો અને વ્યૂહરચનાઓની અસરકારકતાઓને ધ્યાન પર લીધાં છે.

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *