એક ભાઈને તેના ચાર ભાઈઓને 20000 કરોડથી વધુનું મળતર ચુકવવા આદેશ

Spread the love

સાક્ષીઓને સાંભળ્યા બાદ જૂરીએ નોંધ લીધી કે હરેશે મૌખિક રીતે કોન્ટ્રાક્ટનું ઉલ્લંઘન કર્યું હતું

વોશિંગ્ટન

અમેરિકામાં ગુજરાતી મૂળના પાંચ ભાઈઓ હાલ ચર્ચામાં છે. તેમની વચ્ચેના 21 વર્ષ જૂના એક કાનૂની કેસમાં અમેરિકી કોર્ટે ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો. પાંચ ભાઇઓએ અમેરિકામાં હીરા અને લોસ એન્જેલસમાં રિયલ એસ્ટેટમાં અઢળક સંપત્તિ કમાઇ હતી તેમ છતાં એક એવી ઘટના બની કે પાંચ ભાઈઓની જોડી તૂટી ગઈ અને મામલો કોર્ટમાં પહોંચી ગયો. 

પાંચ ભાઈઓ વચ્ચેનો આ વિવાદ 21 વર્ષ સુધી કોર્ટમાં જ અટવાઈ રહ્યો. હવે તેના પર ચુકાદો આવ્યો છે જેને દાયકાઓમાં થતાં મોટા ચુકાદાઓ પૈકી એક માનવામાં આવી રહ્યો છે. આ પાંચ ભાઈઓના નામ હરેશ જોગાણી, શશિકાંત, રાજેશ, ચેતન અને શૈલેશ જોગાણી છે. આ પાંચેય ભાઈઓમાંથી એક હરેશ જોગાણીને અમેરિકાની કોર્ટે આદેશ આપ્યો છે કે તે તેના બાકી ચાર ભાઈઓને 2.5 બિલિયન ડૉલર એટલે કે 20000 કરોડથી વધુનું વળતર ચૂકવે અને દક્ષિણ કેલિફોર્નિયાની મિલકતના શેર્સ પરસ્પર વહેંચે. આ મિલકતની કિંમત જ લગભગ 17000 અબજ થી વધુ છે. 

તમને એ પણ સવાલ થતો હશે કે હરેશને જ કેમ આ વળતર ચૂકવવા માટે આદેશ કરાયો? તો જાણી લો કે હરેશ પર તેના ભાઈઓ સાથે લાંબા સમયથી ચાલતી ભાગીદારી તોડી નાખવાનો આરોપ હતો. આ સૌની શરૂઆત ક્યાંથી થઈ? તો ચાલો જાણીએ….. ભારતના ગુજરાત મૂળના વતની જોગાણી પરિવારે હીરાના બિઝનેસ માટે યુરોપ, આફ્રિકા, મધ્યપૂર્વ અને ઉત્તર અમેરિકામાં આઉટપોસ્ટ બનાવ્યાં. 2003માં નોંધાવેલી એક ફરિયાદ અનુસાર શશિકાંત ઉર્ફે શશિ જોગાણી 1969માં 22 વર્ષની વયે કેલિફોર્નિયા જતા રહ્યા. જ્યાં તેમણે જેમ્સ બિઝનેસની એક સોલો ફર્મ શરૂ કરી અને પ્રોપર્ટી પોર્ટફોલિયો બનાવવાની શરૂઆત કરી. 

1990ના દાયકાની શરૂઆતમાં મંદી વખતે સંપત્તિને નુકસાન થયું અને પછી 1994ના નોર્થ્રિજ ભૂકંપ બાદ સ્થિતિ વધુ બગડી. તેમની એક ઈમારતમાં 16 લોકો માર્યા ગયા જેના બાદ શશિએ તેના ભાઈઓ સાથે ભાગીદારી કરવી પડી. તેના પછી ફર્મે ખરીદીની હોડ શરૂ કરી જેણે અંતે ભાઈઓના સહયોગથી લગભગ 17000 એપાર્ટમેન્ટનો પોર્ટફોલિયો તૈયાર કર્યો. બધુ સારું ચાલતું હતું પણ મામલો ત્યારે બગડ્યો જ્યારે હરેશે તેના ભાઈને ફર્મ મેનેજમેન્ટથી બળજબરીપૂર્વક કાઢી મૂક્યો અને હિસ્સો આપવાનો પણ ઈનકાર કરી દીધો. 

જોકે હરેશ જોગાણીએ તર્ક આપ્યો કે લેખિત સમજૂતી વિના તેમના ભાઈ એ સાબિત ન કરી શક્યા કે તેમની વચ્ચે પાર્ટનરશિપ હતી પણ સાક્ષીઓને સાંભળ્યા બાદ જૂરીએ નોંધ લીધી કે હરેશે મૌખિક રીતે કોન્ટ્રાક્ટનું ઉલ્લંઘન કર્યું છે. જ્યારે કેસનો અંત આવવાનો હતો ત્યારે હરેશ જોગાણીએ જજ સામે વકીલ પ્રત્યે જાતિય શત્રુતાનો આરોપ મૂકતાં તેમને અયોગ્ય ઠેરવવાની માગ કરી. ગત અઠવાડિયે જજ સુશાન બ્રાયન્ટ-ડીસને આ આરોપોને ફગાવી દીધા. 

જૂરીએ હરેશ દ્વારા હીરાની ભાગીદારીના ઉલ્લંઘન પર ભાઈઓ ચેતન અને રાજેશને 165 મિલિયન ડૉલરનું વળતર અપાવ્યું. સાથે જ રિયલ એસ્ટેટ ભાગીદારીના ઉલ્લંઘન બદલ શશિને 1.8 બિલિયન ડૉલર અને ચેતનને 234 મિલિયન ડૉલર તથા રાજેશને 360 મિલિયન ડૉલરનું વળતર અપાવ્યું. 

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *