કેનેડાએ ભારતના ખેલાડીઓને વિઝા ન આપતાં મુશ્કેલી

Spread the love

કેનેડામાં 3થી 22 અપ્રિલ સુધી ટોરંટોમાં આયોજિત આ પ્રેસ્ટિજિયસ ચેસ ટૂર્નામેન્ટ પર ભારત-કેનેડાના વણસેલા સબંધોની અસર જોવા મળી

નવી દિલ્હી

આ વર્ષે પ્રેસ્ટિજિયસ કેન્ડિડેટ ટૂર્નામેન્ટને કેનેડા હોસ્ટ કરી રહ્યું છે. ભારતે પાંચ ખેલાડીઓને આ ટૂર્નામેન્ટમાં ભાગ લેવા માટે પસંદગીની યાદીમાં રાખ્યા હતા. જેમાંથી આર પ્રજ્ઞાનનંદા, વિદિત ગુજરાતી અને ડી મુકેશે આના માટે ક્વોલિફાય કરી દીધું છે. જેમાં આઠ ખેલાડી ડબલ રાઉન્ડ રોબિનનાં આધારે એક બીજાની સામે મેચ રમશે. જોકે આ ખેલાડીઓએ મહિનાઓ પહેલા વિઝા માટે અપ્લાય કર્યું હતું પરંતુ હજુ સુધી તેમને મળ્યા નથી. એટલું જ નહીં કોઈ અપડેટ પણ નથી મળી રહી.
કેનેડા 3થી 22 અપ્રિલ સુધી ટોરંટોમાં આયોજિત આ પ્રેસ્ટિજિયસ ચેસ ટૂર્નામેન્ટને હોસ્ટ કરી રહ્યું છે. ભારત અને કેનેડા વચ્ચે છેલ્લા ઘણા સમયથી રાજકીય વિવાદ વધી ગયો છે. તેવામાં ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા પછી ભારત અને કેનેડા વચ્ચે વિવાદ શરૂ થઈ ગયો છે. આની અસર બંનેના વિઝા પ્રોસેસ પર પણ પડી રહી છે. ભારતે કેટલાક સમય માટે કેનેડાનાં લોકો માટે વિઝા આપવાનું બંધ કરી દીધું છે પરંતુ થોડા સમય બાદ આ સર્વિસ ફરીથી શરૂ કરી દેવામાં આવી છે.
ખેલાડીઓને વિઝા આપવામાં જે મોડુ થઈ રહ્યું છે તેના પર ચિંતા વ્યક્ત કરતા ઈન્ટરનેશનલ ચેસ મહાસંઘ ફિડેએ આવેદનો પર તાત્કાલિક કાર્યવાહી કરવાની અપિલ કરી હતી. મહિલાઓની જે ટૂર્નામેન્ટ છે એના માટે ભારતથી વૈશારી અને કોનેરુ હંપીએ ક્વોલિફાય કર્યું છે. જ્યારે ઓપન અને મહિલા વર્ગ બંને ટૂર્નામેન્ટ એક સાથે રમાશે.
ફિડેએ આ મુદ્દા પર કેનેડાની સરકારનું ધ્યાન આકર્ષિત કર્યું હતું અને એક્સ પર લખ્યું કે આ એક દુખદ ઘટનાક્રમ છે. છેલ્લા કેટલાક મહિનાઓ પહેલા વિઝા માટે જે નિવેદન કરાયું છે એના મુદ્દે ઘણા દેશના ખેલાડીઓને અત્યારસુધી આ અંગે કોઈ જાણકારી આપવામાં આવી નથી. ફિડેએ કેન્ડિડેટ્સ ટૂર્નામેન્ટના આયોજનમાં હવે માત્ર એક મહિનાનો સમય બચ્યો છે એમ જણાવ્યું અને ખેલાડીઓને સમય પર ટોરંટો પહોંચવાને લઈને ચિંતા વ્યક્ત કરી હતી.
ભારતનાં પાંચ વારનાં વર્લ્ડ ચેમ્પિયન અને ફિડેના ઉપાધ્યક્ષ વિશ્વનાથન આનંદે કેનેડાના પ્રધાન મંત્રી જસ્ટિન ટ્રૂડો તથા શરણાર્થી અને સિટિશનશિપ ઓફ કેનેડાના ડિપાર્ટમેન્ટને ટેગ કરીને ફિડેના લેટરને રિટ્વિટ કર્યો હતો. એઆઈસીએફના એક અધિકારીએ પીટીઆઈને જણાવ્યું હતું કે અત્યારસુધી કોઈપણ ભારતીયને વિઝા નથી મળ્યા. આ તમામ ખેલાડીઓએ યોગ્ય સમયે અરજી પણ કરી દીધી હતી અને અમને આશા છે કે આ કામ ઝડપથી પૂરૂ થઈ જશે. આ કોઈ મોટો મુદ્દો નથી પરંતુ ડિલે કેમ થઈ રહ્યો છે તેની પણ હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી મળી રહી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *