પોલિસી ઇશ્યૂ થયાના પહેલા મહિનાથી પેઆઉટ મેળવવા માટે ડિઝાઈન કરવામાં આવેલી કોમ્પ્રિહેન્સિવ લોંગ ટર્મ સેવિંગ્સ પ્રોડક્ટ
મુંબઈ
કોટક મહિન્દ્રા લાઇફ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડે (“Kotak Life”) લાંબા ગાળાની બચત/આવક ઓફર કરતા નોન-લિંક્ડ પાર્ટિસિપેટિંગ પ્લાન Kotak G.A.I.Nના લોન્ચની આજે જાહેરાત કરી હતી. પોલિસી ઇશ્યૂ થયાના પહેલા મહિનાથી જ પેઆઉટ મળે તેવા વિકલ્પો સાથે આ પ્રોડક્ટ ડિઝાઈન કરવામાં આવી છે. Kotak G.A.I.N ગ્રાહકોને મેચ્યોરિટી વખતે લમ્પ સમ આવક અથવા લાંબા ગાળાની નિયમિત આવક માટે કસ્ટમાઇઝ્ડ પેઆઉટ્સ આપવા માટે ફ્લેક્સિબલ વિકલ્પો પૂરા પાડીને તેમની નાણાંકીય જરૂરિયાતો હાંસલ કરવા વ્યાપક સોલ્યુશન્સથી સશક્ત બનાવે છે.
G.A.I.N એ લોકોને આર્થિક રીતે સશક્ત બનાવવા તરફનું એક પગલું છે અને બ્રાન્ડ વચન ‘હમ હૈં… હમેશા’ની સાથે જોડાયેલું છે જે તેમની જીવનની સફરના દરેક તબક્કે ગ્રાહકોની પડખે ઊભા રહેવાની કંપનીની પ્રતિબદ્ધતા વ્યક્ત કરે છે.
કોટક મહિન્દ્રા લાઇફ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર મહેશ બાલાસુબ્રમણ્યમે જણાવ્યું હતું કે “પ્રોટેક્શન અને લોંગ-ટર્મ સેવિંગ્સ દ્વારા અમારા ગ્રાહકોને વેલ્યુ પૂરી પાડવી એ કોટક લાઇફનો મુખ્ય હેતુ રહ્યો છે. G.A.I.Nનો ઉદ્દેશ ગ્રાહકોને એવા વ્યાપક સોલ્યુશન્સ પૂરા પાડવાનો છે જે લાંબા ગાળાની આવક પૂરી પાડે અને તેમના પ્રિયજનો માટે મજબૂત સુરક્ષા સુનિશ્ચિત કરે. Kotak G.A.I.Nના ત્રણેય વેરિઅન્ટ્સ ગ્રાહકને લાંબા ગાળાની આવક અને લાઇફ કવરનું મિશ્રણ પૂરું પાડે છે. અમે માનીએ છીએ કે G.A.I.N લોકોને વિશ્વાસ તથા મનની શાંતિ સાથે તેમના નાણાંકીય લક્ષ્યાંકો હાંસલ કરવામાં મદદ કરીને મહત્વની ભૂમિકા ભજવશે.”
Kotak G.A.I.Nના મહત્વના ફીચર્સ | ||
અર્લી-ઇન્કમ ઓપ્શન | પેઇડ-અપ એડિશન ઓપ્શન | પ્રિમિયમ સેવર ઓપ્શન |
એન્યુઅલ પેઆઉટ મોડ માટે પહેલા વર્ષ પછી અને મંથલી પેઆઉટ મોડ માટે પહેલા મહિના પછીથી તરત જ આવક મેળવો. | ઇન્કમ બેનિફિટનો ઉપયોગ પોલિસીની સમગ્ર ટર્મ દરમિયાન વધારાના સમ અશ્યોર્ડ ખરીદવા માટે થશે અને ગ્રાહકની સગવડ મુજબ લમ્પસમ અથવા ઉપાડ તરીકે તેને મેળવી શકાશે. | પ્રિમિયમ પેમેન્ટ ટર્મના અંતે કેશ બોનસ મેળવો. પોલિસીમાં આ એક ગેરંટેડ લોયલ્ટી એડિશન (જીએલએ) છે જેનો ઉપયોગ છેલ્લા બે વર્ષના પ્રિમિયમ ચૂકવવા માટે પણ કરી શકાય છે. |
પોલિસી મેળવવાની ઉંમરઃએ. ન્યૂનતમઃ 90 દિવસબી. મહત્તમઃ1. પોલિસી ટર્મઃ 85 વર્ષ પ્રવેશ માટેની ઉંમરઃ 50 વર્ષ માટે 8 પ્રિમિયમ પેમેન્ટ ટર્મ (પીપીટી) / 55 વર્ષ માટે 10 અને 12 પીપીટી2. પોલિસી ટર્મઃ 40 વર્ષ માટે 44 વર્ષ | ||
મેચ્યોરિટી ઉંમરઃ ન્યૂનતમ 40 વર્ષ અને મહત્તમ 85 વર્ષ | ||
મેચ્યોરિટીનો લાભઃ પ્રિમિયમ પરત + ટર્મિનલ બોનસ | ||
પોલિસી ટર્મઃ 85 વર્ષમાંથી એન્ટ્રી એજ બાદ કરીને અથવા 40 વર્ષ (ફિક્સ્ડ) | ||
પ્રિમિયમઃ લઘુતમ રૂ. 50,000 | ||
પ્રિમિયમ પેમેન્ટ ટર્મઃ 8, 10, 12 વર્ષ |