Breaking

યુરોપિયન બાસ્કેટબોલ જાયન્ટ મોવિસ્ટાર એસ્ટુડિયન્ટ્સ ભારતમાં બાસ્કેટબોલ કોચિંગને રૂપાંતરિત કરવા માટે કેસાડેમી સાથે ભાગીદારો નિકોલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે શાળાકીય સ્પર્ધાઓ અંતર્ગત રાજ્યકક્ષા બોક્સિંગ સ્પર્ધાનું આયોજન ચિંતન શિબિર-૨૦૨૪-રમત-ગમતની કાર્ય સંસ્કૃતિને પ્રોત્સાહિત કરવાં માટે રાજ્ય સરકાર કટિબદ્ધ- અશ્વિનીકુમાર ચિંતન શિબિર-૨૦૨૪- રાજ્યમાં ઓલિમ્પિક કક્ષાના ખેલાડીઓ તૈયાર કરવામાં જિલ્લા વહીવટી તંત્રની ભૂમિકા ખૂબ મહત્વની: મંત્રી હર્ષ સંઘવી ‘વિકસિત ભારત@2047 માટે રિયલ એસ્ટેટ સેક્ટરની ભૂમિકા’ના અનાવરણ સાથે CREDAIનો 25મો સ્થાપના દિવસ દિલ્હીમાં ઉજવવામાં આવશે

એડ્જ હોવા છતાં થર્ડ અમ્પાયરે સૌમ્ય સરકારને નોટઆઉટ જાહેર કર્યો

Spread the love

થર્ડ અમ્પાયરના આ નિર્ણયથી શ્રીલંકાની આખી ટીમ ઘણી નારાજ દેખાઈ રહી હતી, જે બાદ આખી ટીમ ફિલ્ડ અમ્પાયરો પાસે એકઠી થઈ હતી

સિલહટ

બાંગ્લાદેશ અને શ્રીલંકાની ટીમ વચ્ચે વનડે વર્લ્ડકપ 2023માં ઘણો વિવાદ થયો હતો. ફરી એકવાર મેચ દરમિયાન આ બંને ટીમો વચ્ચે વિવાદ જોવા મળ્યો હતો. જે બાદ શ્રીલંકાની ટીમ અને ફિલ્ડ અમ્પાયર વચ્ચે ઘર્ષણ થયું હતું. હાલ શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચે ટી20આઈ સીરિઝ રમાઈ રહી છે. સીરિઝની બીજી મેચ ગઈકાલે રમાઈ હતી. જેમાં ફરી એકવાર વિવાદ જોવા મળ્યો હતો.

બાંગ્લાદેશ અને શ્રીલંકા વચ્ચે રમાયેલી બીજી ટી20આઈ મેચમાં શ્રીલંકાની ટીમે પ્રથમ બેટિંગ કરતા 165 રન બનાવ્યા હતા. 166 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી બાંગ્લાદેશી ટીમ માટે લિટન દાસ અને સૌમ્ય સરકારે શાનદાર શરૂઆત કરી હતી. બાંગ્લાદેશી ટીમ માટે બંનેએ મળીને પ્રથમ ત્રણ ઓવરમાં 28 રન બનાવ્યા હતા. શ્રીલંકા માટે બિનુરા ફર્નાન્ડો ચોથી ઓવર ફેકવા આવ્યો અને તરત જ તેણે પહેલા જ બોલ પર સૌમ્ય સરકારને આઉટ કરી દીધો.

બિનુરા ફર્નાન્ડોનો બોલ પર સૌમ્યના બેટનું એડ્જ વાગ્યું અને વિકેટકીપરે કેચ પકડ્યો હતો. અપીલ પછી ફિલ્ડ અમ્પાયરે સૌમ્ય સરકારને આઉટ આપ્યો, પરંતુ સૌમ્ય સરકારે ડીઆરએસ લીધું. ડીઆરએસના વીડિયો રિપ્લેમાં સ્નિકોમીટર પર સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું કે બોલ બેટની કિનારી સાથે અથડાઈ વિકેટકીપર સુધી પહોંચ્યો હતો, પરંતુ આશ્ચર્યની વાત એ હતી કે થર્ડ અમ્પાયરે સૌમ્ય સરકારને નોટઆઉટ આપ્યો હતો. આ પછી ફરી મેદાનમાં જોરદાર હંગામો જોવા મળ્યો.

થર્ડ અમ્પાયરના આ નિર્ણયથી શ્રીલંકાની આખી ટીમ ઘણી નારાજ દેખાઈ રહી હતી. જે બાદ આખી ટીમ ફિલ્ડ અમ્પાયરો પાસે એકઠી થઈ હતી. શ્રીલંકાના કેપ્ટન ચરિથ અસલંકા અને મુખ્ય કોચ ક્રિસ સિલ્વરવુડ આ નિર્ણય પર ખૂબ જ ગુસ્સે દેખાતા હતા. આખી ટીમ અમ્પાયરના આ નિર્ણયને સ્વીકારવા બિલકુલ તૈયાર ન હતી.

થર્ડ અમ્પાયરના નિર્ણયને કારણે જે સમયે આ વિવાદ થયો હતો તે સમયે સૌમ્ય સરકાર 9 બોલમાં 14 રન બનાવીને રમી રહ્યો હતો. જો કે સૌમ્ય સરકાર આનો ફાયદો ઉઠાવી શક્યો ન હતો અને 26 રન બનાવીને આઉટ થયો હતો. જો કે ત્રીજા નંબરે બેટિંગ કરવા આવેલા નઝમુલ હુસૈન શાંતોએ 38 બોલમાં 53 રન ફટકારીને બાંગ્લાદેશને 8 વિકેટે જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ ઉપરાંત લિટન દાસે 36 અને તૌહીદ હૃદોયે 32 રનનું યોગદાન આપ્યું હતું. આ રીતે બાંગ્લાદેશી ટીમે બીજી ટી20આઈ મેચ જીતીને સીરિઝ 1-1થી બરાબર કરી લીધી છે.

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *