અમદાવાદ
હીરામણિ શાળા ઉચ્ચતર માધ્યમિક ગુજરાતી વિભાગ માં વાર્ષિક રમતોત્સવ 2025 નું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાનાં વિશાળ મેદાનમાં તારીખ 25 નવેમ્બર,2025 એ 100 મીટર, 200 મીટર, 400 મીટર અને રીલે દોડનું આયોજન કરવામાં આવ્યું હતું .સાથે કોથળા દોડ, ત્રિપદી દોડ, લાંબી કુદ , ઊંચી કુદ ,ગોળાફેંક, ચક્ર ફેક જેવી વ્યક્તિગત સ્પર્ધાઓ, કબડી ,ખો-ખો, વોલીબોલ, રસ્સાખેંચ જેવી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું ,તથા ચેસ કેરમ જેવી ઇન્ડોર ગેમનું આયોજન પણ આ રમતોત્સવમાં કરવામાં આવ્યું હતું.
