
મુંબઈ
નીતા એમ અંબાણીએ સૌપ્રથમ દૃષ્ટિહીન મહિલા ટી20 ક્રિકેટ વર્લ્ડકપ જીતનારી ભારતીય પ્રજ્ઞાચક્ષુ મહિલા ક્રિકેટ ટીમને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, “ભારતની દૃષ્ટિહીન મહિલા ક્રિકેટ ટીમે સૌપ્રથમ ટી20 ક્રિકેટ વર્લ્ડકપ જીત્યો છે. આ રીતે આપણી ગર્લ્સ ઈન બ્લૂએ ફરી આપણને ખૂબ ગર્વ અપાવ્યો છે. તેમણે આપણને સહુને એ દેખાડી દીધું છે કે સાચી દૃષ્ટિ તો માણસના હૃદયમાં હોય છે. તેમની સિદ્ધી એ વાસ્તવમાં સાહસ, હિંમત અને અડગ જુસ્સાની જીત છે. તેમણે લાખો લોકો માટે આશા, શક્યતાઓ અને પ્રેરણાનો પથ પ્રકાશિત કર્યો છે. ટીમની દરેક મહિલા સભ્ય અને તેમના પરિવારોને મારી દિલથી શુભકામનાઓ અને ખૂબ-ખૂબ અભિનંદન!”
