કંપનીમાં પીઓપી ફાઇબરનું મટીરીયલ હોવાને કારણે આગએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું
વડોદરા
વડોદરા નજીક આવેલી પોર જીઆઇડીસીમાં હિન્દુસ્તાન ફાઇબર ક્લાસ ફેક્ટરીમાં ગઈ મોડી રાત્રે ભીષણ આગ લાગી હતી જેની જાણ વડોદરા ફાયર બ્રિગેડને થતા સ્થળ પર પહોંચી જઈ સતત બે કલાકની જહેમત બાદ આગ કાબુમાં લેવામાં સફળતા મળી હતી. નસીબ જોગે કોઈ જાનહાની થઈ નથી પરંતુ લાખો રૂપિયાનું નુકસાન થયાનો અંદાજ છે.
વડોદરા નજીક આવેલી પોર જીઆઇડીસીમાં હિન્દુસ્તાન ફાઇબર ગ્લાસમાં કોઈ કારણસર અચાનક આગે દેખા દીધી હતી. કંપનીમાં પીઓપી ફાઇબરનું મટીરીયલ હોવાને કારણે આગએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.
આ બનાવની જાણ વડોદરા ફાયર બ્રિગેડને કરવામાં આવતા તાત્કાલિક ત્રણ ફાયર ફાઈટર અને કર્મચારીઓની ટીમ લઈને મકરપુરા ફાયર બ્રિગેડના સ્ટેશન ઓફિસર નિકુંજ આઝાદ સ્થળ પર પહોંચી જઈ આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી હતી.
વડોદરા ફાયર બ્રિગેડે સતત બે કલાક સુધી આગ બુઝાવવા માટે જરૂરી કાર્યવાહી કરી હતી તે બાદ આગ કાબુમાં આવી હતી પરંતુ ભીષણ આગને કારણે લાખો રૂપિયાનું નુકસાન થયાનો અંદાજ છે.