રોહિત શર્મા, વિરાટ કોહલી અને બાબર આઝમ જેવા ખેલાડી પણ આ સિદ્ધિ મેળવી શક્યા નથી
બેલફાસ્ટ
આયર્લેન્ડ અને અફઘાનિસ્તાન વચ્ચે ગઈકાલે પ્રથમ ટી20આઈ મેચ રમાઈ હતી. આ મેચમાં આયર્લેન્ડની ટીમે અફઘાનિસ્તાનને 38 રને હરાવ્યું હતું. અફઘાનિસ્તાનના કેપ્ટન રાશિદ ખાને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા આયરિશ ટીમે 149 રન બનાવ્યા હતા જેના જવાબમાં અફઘાનિસ્તાનની ટીમ 111 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આયર્લેન્ડના એક સ્ટાર ખેલાડીએ આ મેચમાં એક એવો રેકોર્ડ બનાવ્યો જે રોહિત શર્મા, વિરાટ કોહલી અને બાબર આઝમ જેવા ખેલાડી પણ બનાવી શક્યા નથી.
આયર્લેન્ડના કેપ્ટન પોલ સ્ટર્લિંગ અને એન્ડ્ર્યુ બાલબર્નીએ શાનદાર શરૂઆત કરી હતી. બાલબર્ની 22 રન બનાવીને આઉટ થયો હતો. જ્યારે પોલ સ્ટર્લિંગે 27 બોલમાં 25 રન બનાવ્યા જેમાં 2 ચોગ્ગા અને 1 છગ્ગો સામેલ હતો. આ સાથે પોલ સ્ટર્લિંગે ટી20આઈમાં 400 ચોગ્ગા પૂરા કર્યા હતા. ટી20આઈમાં આ પ્રથમ વખત બન્યું છે જ્યારે કોઈ ખેલાડીએ 400 ચોગ્ગા ફટકાર્યા હોય. પોલ સ્ટર્લિંગ પહેલા આ રેકોર્ડ કોઈ બનાવી શક્યું નથી. પાકિસ્તાનના બાબર આઝમ બીજા સ્થાને છે. તેણે ટી20આઈમાં 395 ચોગ્ગા ફટકાર્યા છે. વિરાટ કોહલીએ 361 ચોગ્ગા સાથે ત્રીજા સ્થાને છે. રોહિત શર્મા 359 ચોગ્ગા સાથે આ યાદીમાં ચોથા નંબર પર છે.
https://platform.twitter.com/embed/Tweet.html?dnt=false&embedId=twitter-widget-0&features=eyJ0ZndfdGltZWxpbmVfbGlzdCI6eyJidWNrZXQiOltdLCJ2ZXJzaW9uIjpudWxsfSwidGZ3X2ZvbGxvd2VyX2NvdW50X3N1bnNldCI6eyJidWNrZXQiOnRydWUsInZlcnNpb24iOm51bGx9LCJ0ZndfdHdlZXRfZWRpdF9iYWNrZW5kIjp7ImJ1Y2tldCI6Im9uIiwidmVyc2lvbiI6bnVsbH0sInRmd19yZWZzcmNfc2Vzc2lvbiI6eyJidWNrZXQiOiJvbiIsInZlcnNpb24iOm51bGx9LCJ0ZndfZm9zbnJfc29mdF9pbnRlcnZlbnRpb25zX2VuYWJsZWQiOnsiYnVja2V0Ijoib24iLCJ2ZXJzaW9uIjpudWxsfSwidGZ3X21peGVkX21lZGlhXzE1ODk3Ijp7ImJ1Y2tldCI6InRyZWF0bWVudCIsInZlcnNpb24iOm51bGx9LCJ0ZndfZXhwZXJpbWVudHNfY29va2llX2V4cGlyYXRpb24iOnsiYnVja2V0IjoxMjA5NjAwLCJ2ZXJzaW9uIjpudWxsfSwidGZ3X3RlYW1faG9sZGJhY2tfMTE5MjkiOnsiYnVja2V0IjoicHJvZHVjdGlvbiIsInZlcnNpb24iOjExfSwidGZ3X3Nob3dfYmlyZHdhdGNoX3Bpdm90c19lbmFibGVkIjp7ImJ1Y2tldCI6Im9uIiwidmVyc2lvbiI6bnVsbH0sInRmd19kdXBsaWNhdGVfc2NyaWJlc190b19zZXR0aW5ncyI6eyJidWNrZXQiOiJvbiIsInZlcnNpb24iOm51bGx9LCJ0ZndfdXNlX3Byb2ZpbGVfaW1hZ2Vfc2hhcGVfZW5hYmxlZCI6eyJidWNrZXQiOiJvbiIsInZlcnNpb24iOm51bGx9LCJ0ZndfdmlkZW9faGxzX2R5bmFtaWNfbWFuaWZlc3RzXzE1MDgyIjp7ImJ1Y2tldCI6InRydWVfYml0cmF0ZSIsInZlcnNpb24iOm51bGx9LCJ0ZndfbGVnYWN5X3RpbWVsaW5lX3N1bnNldCI6eyJidWNrZXQiOnRydWUsInZlcnNpb24iOm51bGx9LCJ0ZndfdHdlZXRfZWRpdF9mcm9udGVuZCI6eyJidWNrZXQiOiJvbiIsInZlcnNpb24iOm51bGx9fQ%3D%3D&frame=false&hideCard=false&hideThread=false&id=1768683627125059764&lang=en&origin=https%3A%2F%2Fadmin.gujaratsamachar.com%2F%23%2Fadmin%2Farticle%2Fadd&sessionId=33e2e45da438c66a1904baf8db7b77d19522bf86&theme=light&widgetsVersion=2615f7e52b7e0%3A1702314776716&width=550px ટી20આઈમાં સૌથી વધુ ચોગ્ગા ફટકારનાર બેટર
પોલ સ્ટર્લિંગ – 401
બાબર આઝમ – 395
વિરાટ કોહલી – 361
રોહિત શર્મા – 359
ડેવિડ વોર્નર – 320
પોલ સ્ટર્લિંગે વર્ષ 2009માં આયર્લેન્ડ માટે ડેબ્યુ કર્યું હતું. ત્યારથી, તેણે એકલા હાથે આઇરિશ ટીમ માટે ઘણી મેચો જીતી છે. તેણે અત્યાર સુધીમાં 135 ટી20આઈ મેચોમાં 3463 રન બનાવ્યા છે, જેમાં 1 સદી પણ સામેલ છે. તેણે તેના ટી20આઈ કરિયરમાં 401 ચોગ્ગા અને 124 છગ્ગા પણ ફટકાર્યા છે.