વેતનમાં તફાવત જોવા મળતો હોવાથી મહિલા પોતાના પરિવાર માટે નાણાનું પુરતું રોકાણ કરી શકતી નથી
ન્યૂયોર્ક
વિશ્વ આરોગ્ય સંસ્થાના એક નવા અહેવાલ અનુસાર વિશ્વના આરોગ્ય ક્ષેત્રમાં ૬૭ ટકા મહિલાઓ હોવા છતાં પુરુષોની સરખામણીમાં ૨૪ ટકા પગાર મહેનતાણું ઓછુ મળે છે. ફેયર શેયર ફોર હેલ્થ કેયર નામના અહેવાલમાં જણાવાયું છે કે વેતનમાં તફાવત જોવા મળતો હોવાથી મહિલા પોતાના પરિવાર માટે નાણાનું પુરતું રોકાણ કરી શકતી નથી. આવક ધરાવતી મહિલાઓ ૯૦ ટકા જેટલો પગાર પોતાના પરિવાર માટે ખર્ચી નાખે છે જયારે પુરુષો પોતાની આવકનો ૩૦ થી ૪૦ ટકા જેટલો જ હિસ્સો ખર્ચે છે.
પરિવારોમાં મહિલાઓને નિર્ણય લેવા માટે જે મહત્વ મળવું જોઇએ તે મળતું નથી. આરોગ્ય ક્ષેત્રમાં પરિવારોની બાગડોર મહિલાઓ ધરાવે છે પરંતુ લિડરશીપની ભૂમિકામાં પ્રતિનિધિત્વ ઘણું ઓછું છે. ચિકિત્સા નિષ્ણાતોમાં પુરુષોનો દબદબો છે પરંતુ નર્સિગ સ્ટાફમાં મહિલાઓની ભાગીદારી લગભગ ૯૦ ટકા કરતા પણ વધારે છે. અહેવાલ અનુસાર ભારતમાં મહિલાઓ રોજ ૭૩ ટકા જેટલો સમય તેને કોઇ પણ પ્રકારનું વેતન ના મળતું હોય એવા કામમાં વિતાવે છે તેનાથી વિપરિત પુરુષો માત્ર ૧૧ ટકા સમય જ વેતન વગરના કામોમાં ફાળવે છે.