એક ખાસ ચપ્પલ તારી રાહ જોઈ રહી છેઃ યુવરાજ સિંહ

Spread the love

23 બોલમાં સ્ફોટક 63 રનની ઈનિંગ્સ રમનારો બેટર નબળા શૉટ પર આઉટ થતા તેના મેન્ટર નારાજ થયા

નવી દિલ્હી

આઈપીએલ 2024માં મુંબઈ ઈન્ડિયન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે ગઈકાલે રોમાંચક મેચ જોવા મળી હતી. આ મેચમાં બંને ટીમોએ મળીને કુલ 523 રન બનાવ્યા હતા. પ્રથમ બેટિંગ કરતા એસઆરએચની ટીમે 277 રન બનાવ્યા જે આઈપીએલના ઈતિહાસનો સર્વોચ્ચ સ્કોર છે. આ સ્કોર બનાવવામાં ટીમના યુવા બેટર અભિષેક શર્માએ મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમ છતાં પૂર્વ ઓલરાઉન્ડર યુવરાજ સિંહ તેના પર ગુસ્સે થઈ ગયો હતો અને તેણે અભિષેકને ચપ્પલથી મારવાની વાત પણ કરી હતી.

અભિષેક શર્માએ 23 બોલમાં 63 રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી. આ ઇનિંગ દરમિયાન તેણે 7 છગ્ગા અને 3 ચોગ્ગા ફટકાર્યા હતા. અભિષેકે માત્ર 16 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી હતી. તેણે પહેલા ટ્રેવિસ હેડ સાથે મહત્વપૂર્ણ ભાગીદારી કરી. આ બંનેએ મુંબઈના બોલરોની જોરદાર ધોલાઈ કરી હતી.

https://platform.twitter.com/embed/Tweet.html?dnt=false&embedId=twitter-widget-3&features=eyJ0ZndfdGltZWxpbmVfbGlzdCI6eyJidWNrZXQiOltdLCJ2ZXJzaW9uIjpudWxsfSwidGZ3X2ZvbGxvd2VyX2NvdW50X3N1bnNldCI6eyJidWNrZXQiOnRydWUsInZlcnNpb24iOm51bGx9LCJ0ZndfdHdlZXRfZWRpdF9iYWNrZW5kIjp7ImJ1Y2tldCI6Im9uIiwidmVyc2lvbiI6bnVsbH0sInRmd19yZWZzcmNfc2Vzc2lvbiI6eyJidWNrZXQiOiJvbiIsInZlcnNpb24iOm51bGx9LCJ0ZndfZm9zbnJfc29mdF9pbnRlcnZlbnRpb25zX2VuYWJsZWQiOnsiYnVja2V0Ijoib24iLCJ2ZXJzaW9uIjpudWxsfSwidGZ3X21peGVkX21lZGlhXzE1ODk3Ijp7ImJ1Y2tldCI6InRyZWF0bWVudCIsInZlcnNpb24iOm51bGx9LCJ0ZndfZXhwZXJpbWVudHNfY29va2llX2V4cGlyYXRpb24iOnsiYnVja2V0IjoxMjA5NjAwLCJ2ZXJzaW9uIjpudWxsfSwidGZ3X3Nob3dfYmlyZHdhdGNoX3Bpdm90c19lbmFibGVkIjp7ImJ1Y2tldCI6Im9uIiwidmVyc2lvbiI6bnVsbH0sInRmd19kdXBsaWNhdGVfc2NyaWJlc190b19zZXR0aW5ncyI6eyJidWNrZXQiOiJvbiIsInZlcnNpb24iOm51bGx9LCJ0ZndfdXNlX3Byb2ZpbGVfaW1hZ2Vfc2hhcGVfZW5hYmxlZCI6eyJidWNrZXQiOiJvbiIsInZlcnNpb24iOm51bGx9LCJ0ZndfdmlkZW9faGxzX2R5bmFtaWNfbWFuaWZlc3RzXzE1MDgyIjp7ImJ1Y2tldCI6InRydWVfYml0cmF0ZSIsInZlcnNpb24iOm51bGx9LCJ0ZndfbGVnYWN5X3RpbWVsaW5lX3N1bnNldCI6eyJidWNrZXQiOnRydWUsInZlcnNpb24iOm51bGx9LCJ0ZndfdHdlZXRfZWRpdF9mcm9udGVuZCI6eyJidWNrZXQiOiJvbiIsInZlcnNpb24iOm51bGx9fQ%3D%3D&frame=false&hideCard=false&hideThread=false&id=1773013831221952804&lang=en&origin=https%3A%2F%2Fadmin.gujaratsamachar.com%2F%23%2Fadmin%2Farticle%2Fadd&sessionId=0c9c5411e3002db2c7a7989cdde8dc62b0c102ab&theme=light&widgetsVersion=2615f7e52b7e0%3A1702314776716&width=550px યુવરાજ સિંહ અભિષેકની ઈનિંગથી ખુશ હતો. જો કે જે શોટ પર અભિષેક આઉટ થયો હતો તેનાથી યુવરાજ ગુસ્સે થયો હતો. યુવરાજ સિંહે ટ્વિટ કર્યું, ‘વાહ સર અભિષેક વાહ. અદ્ભુત ઇનિંગ પરંતુ આઉટ થવા માટે કેટલો શાનદાર શોટ હતો! લાતો કે ભૂત બાતોં સે નહીં માનતે! હવે એક ખાસ ચંપલ તારી રાહ જોઈ રહ્યું છે.’

યુવરાજ સિંહ અભિષેક શર્માનો મેન્ટર છે. અભિષેક અંડર-19થી યુવરાજ સિંહ સાથે ટ્રેનિંગ કરી રહ્યો છે. તેની સાથે શુભમન ગિલ પણ યુવરાજનો વિદ્યાર્થી રહી ચૂક્યો છે. આ જ કારણ છે કે યુવરાજ સિંહ અભિષેકની બેટિંગ પર ચાંપતી નજર રાખે છે. તેની સહેજ ભૂલ પણ યુવરાજને ગુસ્સે કરી દે છે. શુભમન ગિલના આઉટ થયા બાદ પણ યુવરાજ આ પ્રકારનું ટ્વિટ કરી ચૂક્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *