તમે આઈપીએલ પહેલાં કેવી રીતે ફિટ થઈ જાઓ છોઃ પ્રવિણ કુમારનો હાર્દિકને સવાલ

Spread the love

પ્રવીણ કુમારનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેણે હાર્દિક પંડ્યા વિશે કહ્યું કે, “તમે દેશ માટે-ડોમેસ્ટિક ક્રિકેટમાં નથી રમતા અને આઈપીએલ પહેલા તમે ફિટ થઈ જાઓ છો

નવી દિલ્હી

ઇન્ડિયન પ્રીમિયર લીગ દુનિયાની સૌથી પ્રતિષ્ઠિત લીગમાંની એક છે. આઈપીએલ 2024ની શરૂઆત 22 માર્ચથી થવા જઈ રહી છે. આ આઈપીએલ સિઝનમાં મુંબઈ ઇન્ડિયન્સની ટીમ નવા કેપ્ટન હાર્દિક પંડ્યા સાથે મેદાનમાં ઉતરશે. પરંતુ હવે એવું લાગી રહ્યું છે કે હાર્દિકે મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન બનીને કંઈક ખોટું કર્યું છે. હાર્દિક હાલ દરેકના નિશાના પર છે. રોહિત શર્માને હટાવીને હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવવાના મુંબઈ ઈન્ડિયન્સના નિર્ણયને ઘણા પૂર્વ ક્રિકેટરોએ પણ ખોટો ગણાવ્યો છે. ઘણા ચાહકોનું માનવું છે કે મુંબઈ ઈન્ડિયન્સે રોહિત શર્માનું અપમાન કર્યું છે. હવે ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર પ્રવીણ કુમારે હાર્દિક પંડ્યા પર નિશાન સાધ્યું છે. પ્રવીણ કુમારે હાર્દિક પંડ્યા પર કટાક્ષ કરતા કહ્યું કે, “તમે આઈપીએલ પહેલા કેવી રીતે ફિટ થઈ જાઓ છો.”

પ્રવીણ કુમારનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેણે હાર્દિક પંડ્યા વિશે કહ્યું કે, “તમે દેશ માટે નથી રમતા, ડોમેસ્ટિક ક્રિકેટમાં તમે તમારા રાજ્ય માટે નથી રમતા અને આઈપીએલ પહેલા તમે ફિટ થઈ જાઓ છો. આવી વસ્તુઓ ન થવી જોઈએ. તમારે દેશ અને તમારા રાજ્ય માટે પણ ડોમેસ્ટિક ક્રિકેટ રમવું જોઈએ પરંતુ કેટલાક લોકો હવે આઈપીએલને વધુ મહત્વ આપે છે.”

જણાવી દઈએ હાર્દિક પંડ્યા વન-ડે વર્લ્ડ કપ 2023 દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. જે બાદ હાર્દિક આખી ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો હતો. આ પહેલીવાર નથી જ્યારે હાર્દિક ઈજાના કારણે કોઈ મોટી ટુર્નામેન્ટમાંથી બહાર થયો હોય. આ પછી આઈપીએલ 2024 ઓક્શન પહેલા હાર્દિક મુંબઈ ઈન્ડિયન્સમાં પાછો ફર્યો અને એટલું જ નહીં, મુંબઈએ તેને રોહિત શર્માની જગ્યાએ કેપ્ટન પણ બનાવ્યો. મુંબઈ ઈન્ડિયન્સનો આ નિર્ણય મોટાભાગના ક્રિકેટરો અને ચાહકોને પસંદ આવ્યો નથી. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *