દિમિત્રોએ પોતાની દાઢી વડે 2580 કિલો વજનનું વાહન ખેંચ્યું, 7759 કિલો વજનની ટ્રકને લગભગ 5 મીટરના અંતરે ખેંચી અને દાંતથી 7 ટેક્સી કાર ખેંચીને રોકોર્ડ કર્યો

કીવ
યુક્રેનના એક યુવકે પોતાની તાકાતથી એક નહીં પરંતુ ત્રણ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા છે. તેના અદ્ભુત પરાક્રમથી લોકો દંગ રહી ગયા છે. દિમિત્રો હ્રુન્સકી નામના આ વ્યક્તિએ પોતાની દાઢી, દાંત અને ગરદન દ્વારા 3 ગિનિસ બુક રેકોર્ડ તોડ્યા છે. તેમણે એક જ દિવસમાં ત્રણેય રેકોર્ડ તોડીને તેણે નવા રેકોર્ડ પોતાના નામે કર્યા છે. જાણીએ તેમના આ અદ્ભુત રેકોર્ડ્સ વિશે.
દિમિત્રોએ પોતાની દાઢી વડે 2580 કિલો વજનનું વાહન ખેંચીને રેકોર્ડ બનાવ્યો છે. દાઢી દ્વારા ખેંચાયેલું આ સૌથી ભારે વાહન છે. દિમિત્રોએ 2019માં પહેલીવાર આ રેકોર્ડ બનાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે સફળ થયો નહોતો અને તેનીદાઢીના વાળ તેની સ્કીનમાંથી નીકળી ગયા હતા, પરંતુ હવે તેના બીજા પ્રયાસમાં તેણે 1,951 કિલોની મિનિબસ ખેંચીને રેકોર્ડ બનાવ્યો છે.
દિમિત્રોનો બીજો પ્રયાસ ગરદન દ્વારા ટ્રક ખેંચવાનો હતો. તે 7759 કિલો વજનની ટ્રકને લગભગ 5 મીટરના અંતરે ખેંચી અને આ રેકોર્ડ બનાવનાર પ્રથમ વ્યક્તિ બન્યો છે. ગરદનથી ટ્રક ખેંચતી વખતે તેનો ચહેરો લાલ થઇ ગયો હતો.
દિમિત્રોએ દાંત વડે ખેંચાયેલી સૌથી વધુ કારનો પોતાનો જ રેકોર્ડ તોડ્યો છે. અગાઉ તેણે કુલ 6 ટેક્સી કારને દાંત વડે ખેંચી હતી. પોતાનો જ રેકોર્ડ તોડતા આ વખતે દિમિત્રોએ પોતાના દાંતથી 7 ટેક્સી કાર ખેંચી હતી. કાર અને ડ્રાઈવરનું કુલ વજન 8784 કિલો હતું. જો કે, તમામ કાર ન્યુટ્રલ ગિયરમાં હતી અને એન્જિન બંધ હતા. ડ્રાઇવરોએ સુનિશ્ચિત કરવાનું હતું કે કાર સીધી લાઇનમાં રહે.
દિમિટ્રોએ આ અન્ય રેકોર્ડ પણ બનાવ્યા છે. તેણે 10 ઓગસ્ટ, 2023ના રોજ 15.63 સેકન્ડ સુધી 30 મીટર સુધી સૌથી ઝડપી કાર દાંત વડે ખેંચીને રેકોર્ડ બનાવ્યો હતો. આ પહેલા વર્ષ 2022માં 10 મેના રોજ તેણે 32,500 કિલોની ટ્રેન ગળાથી ખેંચીને વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવ્યું હતું. તે ગરદન દ્વારા ખેંચાયેલી સૌથી ભારે ટ્રેન હતી.