ઈશાનને મુંબઈએ સજા તરીકે સુપરમેનનો પોશાક પહેરાવ્યો

Spread the love

સુપરમેનનો પોશાક આનંદ માટે નહીં પરંતુ સજા તરીકે પહેર્યો છે, જેનો ખુલાસો ઈન્સ્ટા- ટ્વિટર હેન્ડલ પર કરાયો

મુંબઈ

મુંબઈ ઈન્ડિયન્સે પોતાના ઈન્સ્ટાગ્રામ અને એક્સ (ટ્વિટર) પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં મુંબઈ ઇન્ડિયન્સનો વિકેટકીપર બેટર ઈશાન કિશન ‘સુપરમેન’નો પોશાક પહેરીને મુસાફરી કરતો જોવા મળી રહ્યો છે. ઈશાનને સુપરમેનના પોશાકમાં જોઈને ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. જો કે ઈશાને સુપરમેનનો પોશાક આનંદ માટે નહીં પરંતુ સજા તરીકે પહેર્યો છે, જેનો ખુલાસો મુંબઈ ઇન્ડિયન્સના ઈન્સ્ટા અને ટ્વિટર હેન્ડલ પર કરવામાં આવ્યો છે. 

મુંબઈ ઈન્ડિયન્સે પોતાના ખેલાડીઓને સજા આપવા માટે આ અનોખો રસ્તો શોધી કાઢ્યો છે. ટીમ મીટિંગમાં મોડા પહોંચનારા ખેલાડીઓ માટે ફ્રેન્ચાઇઝી આવી સજા લઈને આવી છે, જેના પરિણામે ઇશાન કિશનને સુપરમેનનો પોશાક પહેરીને મુસાફરી કરવી પડી હતી. ઈશાન કિશન જ નહીં પરંતુ કુમાર કાર્તિકેય, શમ્સ મુલાની અને નુવાન તુષારાને સુપરમેનનો પોશાક પહેરીને સજા તરીકે હોટલના રૂમમાંથી બહાર આવવું પડ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *