આ ભારતીયોની કુલ સંપત્તિ 954 બિલિયન ડોલર છે, જે ગયા વર્ષના 675 બિલિયન ડોલર કરતાં 41 ટકા વધુ છે
નવી દિલ્હી
ફોર્બ્સની 2024 માટે વિશ્વના અબજોપતિઓની યાદીમાં આ વખતે 200 ભારતીયોના નામ સામેલ છે. ગયા વર્ષે તેમાં 169 ભારતીયોના નામ હતા. આ ભારતીયોની કુલ સંપત્તિ ડોલર954 બિલિયન છે, જે ગયા વર્ષના ડોલર675 બિલિયન કરતાં 41 ટકા વધુ છે. ફોર્બ્સની ભારતીય અબજોપતિઓની યાદીમાં મુકેશ અંબાણી ડોલર116 બિલિયનની સંપતિ સાથે ટોચના સ્થાને છે. તેમની નેટવર્થ ડોલર83 બિલિયનથી વધીને ડોલર116 બિલિયન થઈ છે. આથી તેઓ ડોલર100 બિલિયન ક્લબમાં પ્રવેશનાર પ્રથમ એશિયન બન્યા છે. તેઓ વિશ્વના નવમા સૌથી ધનિક વ્યક્તિ તરીકે પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે.
આ યાદીમાં ગૌતમ અદાણી બીજા સૌથી અમીર ભારતીય છે. તેમની સંપત્તિમાં ડોલર36.8 બિલિયનનો વધારો થયો છે. તેઓ ડોલર84 બિલિયનની નેટવર્થ સાથે યાદીમાં 17મા ક્રમે છે. ભારતના સૌથી ધનિક મહિલા સાવિત્રી જિંદાલ છે. આ યાદીમાં તેમનું સ્થાન ચોથું છે. એક વર્ષ પહેલા તે છઠ્ઠા સ્થાને હતી. તેમની કુલ સંપત્તિ ડોલર33.5 બિલિયન છે.
આ યાદીમાં 25 નવા ભારતીય અબજોપતિઓએ પ્રવેશ કર્યો છે. જેમાં નરેશ ત્રેહાન, રમેશ કુન્હીકન્નન અને રેણુકા જગતિયાનીના નામ સામેલ છે. તેમજ બાયજુ રવિન્દ્રન અને રોહિકા મિસ્ત્રીનું નામ યાદીમાંથી બહાર રહી ગયું છે.
https://platform.twitter.com/embed/Tweet.html?dnt=false&embedId=twitter-widget-0&features=eyJ0ZndfdGltZWxpbmVfbGlzdCI6eyJidWNrZXQiOltdLCJ2ZXJzaW9uIjpudWxsfSwidGZ3X2ZvbGxvd2VyX2NvdW50X3N1bnNldCI6eyJidWNrZXQiOnRydWUsInZlcnNpb24iOm51bGx9LCJ0ZndfdHdlZXRfZWRpdF9iYWNrZW5kIjp7ImJ1Y2tldCI6Im9uIiwidmVyc2lvbiI6bnVsbH0sInRmd19yZWZzcmNfc2Vzc2lvbiI6eyJidWNrZXQiOiJvbiIsInZlcnNpb24iOm51bGx9LCJ0ZndfZm9zbnJfc29mdF9pbnRlcnZlbnRpb25zX2VuYWJsZWQiOnsiYnVja2V0Ijoib24iLCJ2ZXJzaW9uIjpudWxsfSwidGZ3X21peGVkX21lZGlhXzE1ODk3Ijp7ImJ1Y2tldCI6InRyZWF0bWVudCIsInZlcnNpb24iOm51bGx9LCJ0ZndfZXhwZXJpbWVudHNfY29va2llX2V4cGlyYXRpb24iOnsiYnVja2V0IjoxMjA5NjAwLCJ2ZXJzaW9uIjpudWxsfSwidGZ3X3Nob3dfYmlyZHdhdGNoX3Bpdm90c19lbmFibGVkIjp7ImJ1Y2tldCI6Im9uIiwidmVyc2lvbiI6bnVsbH0sInRmd19kdXBsaWNhdGVfc2NyaWJlc190b19zZXR0aW5ncyI6eyJidWNrZXQiOiJvbiIsInZlcnNpb24iOm51bGx9LCJ0ZndfdXNlX3Byb2ZpbGVfaW1hZ2Vfc2hhcGVfZW5hYmxlZCI6eyJidWNrZXQiOiJvbiIsInZlcnNpb24iOm51bGx9LCJ0ZndfdmlkZW9faGxzX2R5bmFtaWNfbWFuaWZlc3RzXzE1MDgyIjp7ImJ1Y2tldCI6InRydWVfYml0cmF0ZSIsInZlcnNpb24iOm51bGx9LCJ0ZndfbGVnYWN5X3RpbWVsaW5lX3N1bnNldCI6eyJidWNrZXQiOnRydWUsInZlcnNpb24iOm51bGx9LCJ0ZndfdHdlZXRfZWRpdF9mcm9udGVuZCI6eyJidWNrZXQiOiJvbiIsInZlcnNpb24iOm51bGx9fQ%3D%3D&frame=false&hideCard=false&hideThread=false&id=1775114257153098188&lang=en&origin=https%3A%2F%2Fadmin.gujaratsamachar.com%2F%23%2Fadmin%2Farticle%2F660d10017226d7a5eea0feb0&sessionId=8a40317144913f718d045162c6fe3b484714c3e3&theme=light&widgetsVersion=2615f7e52b7e0%3A1702314776716&width=550px ભારતના 10 સૌથી અમીર લોકો
મુકેશ અંબાણી- 116 અબજ ડોલરની કુલ સંપત્તિ- રેન્ક 9
ગૌતમ અદાણી- નેટવર્થ ડોલર84 બિલિયન- રેન્ક 17
શિવ નાદર- નેટવર્થ ડોલર36.9 બિલિયન- રેન્ક 39
સાવિત્રી જિંદાલ- નેટવર્થ ડોલર33.5 બિલિયન- રેન્ક 46
દિલીપ સંઘવી- નેટવર્થ ડોલર26.7 બિલિયન- રેન્ક 69
સાયરસ પૂનાવાલા – નેટવર્થ ડોલર21.3 બિલિયન- રેન્ક 90
કુશલ પાલ સિંહ- નેટવર્થ ડોલર20.9 બિલિયન- રેન્ક 92
કુમાર બિરલા – નેટવર્થ ડોલર19.7 બિલિયન- રેન્ક 98
રાધાકિશન દામાણી- નેટવર્થ ડોલર17.6 બિલિયન- રેન્ક 107
લક્ષ્મી મિત્તલ- નેટવર્થ ડોલર16.4 બિલિયન- રેન્ક 113.