
અમદાવાદની એકલવ્ય શાળાની વિદ્યાર્થીની સમાયરા જૈમિન શાહ (ધોરણ – ૩) ફ્રાન્સ દેશ ખાતે યોજાયેલ આંતરરાષ્ટ્રીય ચિત્ર સ્પર્ધા માં ટોપ-10 માં સ્થાન અને સર્ટીફીકેટ મેળવ્યું છે. તે અમદાવાદ માં આવેલી હોબી સેન્ટર ફોર આર્ટ સંસ્થામાં કલાગુરુ વિશ્વનાથ પંચાલના માર્ગદર્શન હેઠળ ચિત્રકલાની તાલીમ મેળવે છે .