પરશોત્તમ રુપાલાએ આશાપુરા માતાજીના મંદિરે ચૂંદડી ચઢાવી

Spread the love

રાજકોટના પેલેસ રોડ પર આવેલા આ મંદિરે પહોંચીને તેમણે ભાજપ વતી તેમના પ્રચારની શરૂઆત કરી

રાજકોટ

લોકસભા ચૂંટણી વચ્ચે રાજકોટથી ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા ક્ષત્રિય સમાજ મુદ્દે વિવાદિત ટિપ્પણી કરીને ચારેકોર ચર્ચાના કેન્દ્રમાં છે ત્યારે આ વિવાદ વચ્ચે પરશોત્તમ રૂપાલાએ આશાપુરા માતાજીના મંદિરે ચુંદડી ચઢાવી પ્રચાર શરૂ કરી દીધો છે. પેલેસ રોડ પર આવેલા આ મંદિરે પહોંચીને તેમણે ભાજપ વતી તેમના પ્રચારની શરૂઆત કરી હતી. 

ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ ટિપ્પણી કરતાં ક્ષત્રિય સમાજ રોષે ભરાયો છે. હોલ આખાય ગુજરાતભરમાં દેખાવ,રેલી યોજી વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. આ તરફ, કેન્દ્રીય કેબિનેટમાં ભાગ લઈને અમદાવાદ પરત ફરેલાં કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા ગાંધીનગરમાં પહોંચ્યા હતાં જ્યાં ભાજપ સંગઠનના મહામંત્રી રત્નાકર સાથે બંધબારણે બેઠક થઈ હતી. સૂત્રના મતે રાજકોટ બેઠક પર રૂપાલાને બદલવામાં નહી આવે. ભાજપ હાઈકમાન્ડ ક્ષત્રિયો સામે ઝૂકવા તૈયાર નથી. ભાજપે રૂપાલાએ પ્રચાર શરૂ કરવા કહી દીધું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *