Breaking

યુરોપિયન બાસ્કેટબોલ જાયન્ટ મોવિસ્ટાર એસ્ટુડિયન્ટ્સ ભારતમાં બાસ્કેટબોલ કોચિંગને રૂપાંતરિત કરવા માટે કેસાડેમી સાથે ભાગીદારો નિકોલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે શાળાકીય સ્પર્ધાઓ અંતર્ગત રાજ્યકક્ષા બોક્સિંગ સ્પર્ધાનું આયોજન ચિંતન શિબિર-૨૦૨૪-રમત-ગમતની કાર્ય સંસ્કૃતિને પ્રોત્સાહિત કરવાં માટે રાજ્ય સરકાર કટિબદ્ધ- અશ્વિનીકુમાર ચિંતન શિબિર-૨૦૨૪- રાજ્યમાં ઓલિમ્પિક કક્ષાના ખેલાડીઓ તૈયાર કરવામાં જિલ્લા વહીવટી તંત્રની ભૂમિકા ખૂબ મહત્વની: મંત્રી હર્ષ સંઘવી ‘વિકસિત ભારત@2047 માટે રિયલ એસ્ટેટ સેક્ટરની ભૂમિકા’ના અનાવરણ સાથે CREDAIનો 25મો સ્થાપના દિવસ દિલ્હીમાં ઉજવવામાં આવશે

નંદન નિલેકણીએ આઈઆઈટી-બોમ્બેને 315 કરોડ આપવાની જાહેરાત કરી

Spread the love

આઈઆઈટી-બોમ્બે એ મારા જીવનનો આધારશિલા રહ્યો છે, આ દાન માત્ર એક નાણાકીય યોગદાન કરતાં વધુ છે; આ સ્થળને મારા તરફથી શ્રદ્ધાંજલિ છેઃ નિલેકણી


નવી દિલ્હી
ઈન્ફોસિસના સહ-સ્થાપક નંદન નિલેકણીએ દેશની એક પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થાને કરોડો રૂપિયા આપવાની જાહેરાત કરી છે. એક પ્રેસ રિલીઝ અને ટ્વીટ દ્વારા માહિતી મળી છે કે, નંદન નિલેકણીએ આઈઆઈટી-બોમ્બે ને 315 કરોડ રૂપિયા આપવાનું એલાન કર્યું છે.
મળતી માહિતી પ્રમાણે નંદન નીલેકણી તરફથી આ નાણાકીય યોગદાન તેમના દ્વારા અગાઉ કરવામાં આવેલા રૂ. 85 કરોડ કરતાં વધુ અનુદાન છે, જે તેમના કુલ યોગદાનને રૂ. 400 કરોડ સુધી લઈ જાય છે. વાસ્તવમાં નંદન નીલેકણીએ પોતાની ગ્રેજ્યુએશનની ડિગ્રી આઈઆઈટી-બોમ્બેમાંથી જ મેળવી છે જે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં હતી.
નંદન નીલેકણીએ જણાવ્યું હતું કે, “આઈઆઈટી-બોમ્બે એ મારા જીવનનો આધારશિલા રહ્યો છે, જે મારા શરૂઆતના વર્ષોને આકાર આપી રહ્યો છે અને મારી સફરનો પાયો નાખ્યો છે. આ દાન માત્ર એક નાણાકીય યોગદાન કરતાં વધુ છે; આ સ્થળને મારા તરફથી શ્રદ્ધાંજલિ છે. જેણે મને ઘણું બધું આપ્યું છે અને વિદ્યાર્થીઓ માટે પ્રતિબદ્ધતા આપી છે જે આવતીકાલે આપણી દુનિયાને આકાર આપશે.
આ દાન માટે આજે બેંગ્લોરમાં એક મેમોરેન્ડમ ઓફ અંડરટેકિંગ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા, જે નંદન નિલેકણી અને પ્રોફેસર શુભાશીષ ચૌધરીએ કર્યું હતું. પ્રોફેસર ચૌધરી આઈઆઈટી-બોમ્બે ના ડિરેક્ટર છે.
આ દાન આઈઆઈટી બોમ્બેમાં વર્લ્ડ ક્લાસ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને પ્રોત્સાહન આપવામાં, એન્જિનિયરિંગ અને ટેક્નોલોજીના ઉભરતા ક્ષેત્રોમાં સંશોધનને પ્રોત્સાહિત કરવામાં અને સમૃદ્ધ ટેક સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને વિકસાવવામાં મદદ કરશે.
આઈઆઈટી-બોમ્બેના ડાયરેક્ટર શુભાશીષ ચૌધરીએ જણાવ્યું કે, આ દાન આઈઆઈટી બોમ્બેના વિકાસને મોટા પ્રમાણમાં વેગ આપશે અને તેને વૈશ્વિક નેતૃત્વના માર્ગ પર નિશ્ચિતપણે સ્થાપિત કરશે. નંદનનું યોગદાન ભારતની યુનિવર્સિટીઓમાં સંશોધન અને વિકાસને આગળ વધારવા માટે પરોપકારી યોગદાનને વધુ પ્રોત્સાહિત કરશે.
નંદન નિલેકણી 2009 થી 2014 સુધી કેબિનેટ મંત્રીના રેન્કમાં યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (યુએડીએઆઈ)ના ફાઉન્ડર પ્રેસિંડેંટ હતા.

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *