બીજી સ્ટેટ ફિન સ્વિમિંગમાં વડોદરાને સૌથી વધુ 91 મેડલ મળ્યા

Spread the love

અમદાવાદ

અંડરવોટર સ્પોર્ટ્સ એસોસિયેશન ,ગુજરાત  દ્વાર તારીખ 8-5-24 ના રોજ ગુજરાત વિદ્યાપીઠ સ્વિમિંગપૂલ અમદાવાદ ખાતે 2nd ગુજરાત સ્ટેટે  ફિન સ્વિમિંગ ચેમ્પિયન શિપ – 2024નું  આયોજન કરવામાં આવ્યું હતું.  જેમાં સમગ્ર ગુજરાતમાંથી અંડર 11 થી લઈને 55 વર્ષની વયથી વધુના ગ્રુપ સુધીના તમામ જિલ્લામાંથી સ્પર્ધકોએ ભાગ લીધો હતો જેમાં અમદાવાદના 70, વડોદરાના  59,  કચ્છના  20, ગાંધીનગરના 24, આણંદના 20, બનાસકાંઠાના 7, રાજકોટના 5, મહેસાણા 2,  સુરત 2, મોરબી 5 સહિત તમામ ગ્રુપના 200 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધેલો હતો. અમદાવાદને કુલ 59,વડોદરાને 91, ગાંધીનગરને 24, કચ્છને 22, મેહસાણાને 4 તથા ભૂરચને 3 મેડલ મળ્યા હતા. સ્પર્ધાના પુરસ્કાર સમારોહમાં અંડરવોટર સ્પોર્ટ્સ એસોસિએશન , ગુજરાતના પ્રમુખ વરુણ પટેલ તથા સેક્રેટરી શીતલ ભટ્ટ હાજર રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *