રાજકોટ
ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશનના નેજા હેઠળ રાજકોટ ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ એસોસિયેશનના ઉપક્રમે રાજકોટની એસએનકે સ્કૂલ ખાતે યોજાયેલી બીજી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2024માં શનિવારે યુવાન અને ઉભરતી ઓઇશિકી જોઅરદાર રોમાંચક બનેલી ફાઇનલમાં રાધાપ્રિયા ગોયેલને 4-3થી હરાવીને વિમેન્સ ટાઇટલ જીતી લીધું હતું.
અમદાવાદની 18 વર્ષીય ઓઇશિકી ફાઇનલના પ્રારંભે બે ગેમથી પાછળ હતી પરંતુ ત્યાંથી તેણે રાધાપ્રિયા સામે લડત આપી હતી અને સ્કોર 2-2થી સરભર કરી દીધો હતો. પાંચમી ગેમ ગુમાવવા છતાં અંતે ઓઇશિકીએ બાકી રહેલી બે ગેમ જીતીને ટાઇટલ પોતાના નામે કરી લીધું હતું.
ભાવનગરની મોખરાના ક્રમની રિયા જયસ્વાલે અંડર-19 ગર્લ્સ ફાઇનલમાં બિનક્રમાંકિત પ્રાથા પવારને 4-2થી હરાવી હતી.
અમદાવાદની પ્રાથાએ જોકે અંડર-19ની ફાઇનલના પરાજયને પાછળ રાખીને અંડર-17 ગર્લ્સ ટાઇટલ જીતવા માટે મોખરાના ક્રમની અને તેના જ શહેરની નિધી પ્રજાપતિને 3-0થી હરાવી હતી.
રાજકોટના અને આઠમો ક્રમાંક ધરાવતા દેવ ભટ્ટે ઘરઆંગણે સારો દેખાવ કર્યો હતો અને સુરતના અનય બચાવતને 3-0થી હરાવીને બોયઝ અંડર-13 ટાઇટલ જીતી લીધું હતું. મોખરાના ક્રમની સુરતી ખેલાડી દાનિયા ગોડીલે અંડર-13 ગર્લ્સ કેટેગરીમાં બીજા ક્રમની અમદાવાદી ખ્વાઇશ લોટિયાને 3-0થી હરાવીને ટાઇટલ પોતાના નામે કર્યું હતું.
અમદાવાદના માલવ પંચાલે સબ જુનિયર બોયઝ (અંડર-15) ટાઇટલ જીત્યું હતું. ફાઇનલમાં તેણે વડોદરાના વેદ પંચાલને 3-1થી હરાવ્યો હતો. આ જ વયજૂથની ગર્લ્સ કેટેગરીમાં અમદાવાદની જિયા ત્રિવેદી ચેમ્પિયન બની હતી જેણે ફાઇનલમાં ભાવનગરની ચાર્મી ત્રિવેદી સામે વિજય હાંસલ કર્યો હતો.
અંડર-11માં કચ્છના મોખરાના ક્રમના ધ્રુવ બાંબણીયાએ ટાઇટલ જીતવા માટે ભાવનગરના હેનિલ લાંગલીયાને હરાવ્યું હતું જયારે ગર્લ્સ કેટેગરીમાં અમદાવાદની મિશા લાખાણીએ સુરતની ધિમહી કાબરાવાલાને હરાવીને ટાઇટલ જીત્યું હતું.
પરિણામોઃ
વિમેન્સ ફાઇનલઃ ઓઇશિકી જોઆરદાર જીત્યા વિરુદ્ધ રાધાપ્રિયા ગોયેલ 4-3 (8-11,12-14,11-8,13-11,7-11,11-1,11-3). ત્રીજો/ચોથો ક્રમઃ નામના જયસ્વાલ જીત્યા વિરુદ્ધ નિધી પ્રજાપતિ 3-0 (11-8,11-4,11-5)
જુનિયર ગર્લ્સ અંડર-19 ફાઇનલઃ રિયા જયસ્વાલ જીત્યા વિરુદ્ધ પ્રાથા પવાર 4-2 (9-11,5-11,11-9,13-11,11-8,11-7). ત્રીજો/ચોથો ક્રમઃ નિધી પ્રજાપતિ જીત્યા વિરુદ્ધ મહેક શેઠ 3-0 (11-5,11-2,11-8)
જુનિયર ગર્લ્સ અંડર-17 ફાઇનલઃ પ્રાથા પવાર જીત્યા વિરુદ્ધ નિધી પ્રજાપતિ 3-0 (11-9,11-7,11-9). ત્રીજો/ચોથો ક્રમઃ રિયા જયસ્વાલ જીત્યા વિરુદ્ધ જિયા ત્રિવેદી (મેડિકલ કારણસર મેચ પડતી મૂકી)
સબ જુનિયર બોયઝ અંડર-15 ફાઇનલઃ માલવ પંચાલ જીત્યા વિરુદ્ધ વેદ પંચાલ 3-1 (3-11,11-6,11-3,11-7). ત્રીજો/ચોથો ક્રમઃ જેનિલ પટેલ જીત્યા વિરુદ્ધ હ્રિદાન શાહ 3-2 (7-11,11-3,11-9,6-11,14-12)
સબ જુનિયર ગર્લ્સ અંડર-15 ફાઇનલઃ જિયા ત્રિવેદી જીત્યા વિરુદ્ધ ચાર્મી ત્રિવેદી 3-2 (6-11,6-11,11-5,11-6,13-11). ત્રીજો/ચોથો ક્રમઃ દાનિયા ગોદીલ જીત્યા વિરુદ્ધ શિવાની ડોડીયા 3-1 (6-11,13-11,11-7,11-5).
કેડેટ બોયઝ અંડર-13 ફાઇનલઃ દેવ ભટ્ટ જીત્યા વિરુદ્ધ અનય બચાવત 3-0 (11-7,11-8,12-10). ત્રીજો/ચોથો ક્રમઃ
નૈરીત વૈદ્ય (4) જીત્યા વિરુદ્ધ ધ્રુવ ભાંબાણી (3) 3-1 (11-3,11-7,6-11,11-7)
કેડેટ ગર્લ્સ અંડર-13 ફાઈનલ: દાનિયા ગોડીલ (1) (સુરત) જીત્યા વિરુદ્ધ ખ્વાઈશ લોટિયા (અમદાવાદ) 3-0 (11-6,11-8,11-4). ત્રીજો/ચોથો ક્રમઃ ફિઝા પવાર જીત્યા વિરુદ્ધ વિન્સી તન્ના 3-1 (11-9,11-7,10-12,11-7)
હોપ્સ બોયઝ અંડર-11 ફાઇનલઃ ધ્રુવ ભાંબાણી જીત્યા વિરુદ્ધ હેનિલ લાંગલિયા 3-0 (11-7,12-10,11-6). ત્રીજો/ચોથો ક્રમઃ રેહાંશ સિંઘવી જીત્યા વિરુદ્ધ શ્લોક દવે 3-1 (9-11,11-5,12-10,11-9).
હોપ્સ ગર્લ્સ અંડર-11 ફાઇનલઃ મિશા લાખાણી જીત્યા વિરુદ્ધ ધિમહી કાબરાવાલા 3-0 (11-3,11-5,11-3) ત્રીજો/ચોથો ક્રમઃ જિન્સી મોદી જીત્યા વિરુદ્ધ આધ્યા ચંદી 3-0 (11-5,11-4,11-6).