ગાંધીનગર
ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશનના નેજા હેઠળ રાજકોટ ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ એસોસિયેશનના ઉપક્રમે રાજકોટની એસએનકે સ્કૂલ ખાતે યોજાયેલી બીજી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2024માં શુક્રવારે વડોદરાના પ્રથમ મદલાણીએ મેન્સ ફાઇનલમાં અભિલાષ રાવલને 4-2થી હરાવીને તેની કારકિર્દીનું સૌપ્રથમ સ્ટેટ રેન્કિંગ ટાઇટલ જીત્યું હતું.
સુરતમાં એસએજી-તાપ્તિ વેલી ટીટી હાઈ પરફોર્મન્સ સેન્ટરના તાલીમાર્થી અને આઠમા ક્રમના પ્રથમે ઝડપી રમત દાખવીને સળંગ ત્રણ ગેમ જીતી લીધી હતી. તે વિચારતો હતો કે મેચ તેની તરફેણમાં આવી ગઈ છે ત્યારે છઠ્ઠા ક્રમના અભિલાષે વળતો પ્રહાર કરીને આગામી બે ગેમ જીતી લીધી હતી. જોકે વડોદરાના ખેલાડીએ સંયમ દાખવીને રમત જારી રાખી હતી અને છઠ્ઠી ગેમની સાથે મેચ જીતી લીધી હતી.
13મા ક્રમના અમદાવાદી ખેલાડી મોનિશ દેઢિયાએ સાતમા ક્રમના અરમાન શેખને 3-1થી હરાવીને ત્રીજો ક્રમ હાંસલ કર્યો હતો.
સુરતના આયૂષ તન્નાએ બેવડી સિદ્ધિ હાંસલ કરતાં અંડર-19ની ફાઇનલ જીતી હતી. બીજા ક્રમના આયુષે અરાવલ્લીના અરમાન શેખને 4-2થી હરાવ્યો હતો.
16 વર્ષીય સુરતી ખેલાડી આયૂષએ અંડર-17 બોયઝ ટાઇટલ પણ જીત્યું હતું જ્યાં તેણે અરાવલ્લીના જન્મેજય પટેલ સામે 3-1થી વિજય હાંસલ કર્યો હતો.
પરિણામોઃ
મેન્સ ફાઇનલઃ પ્રથમ મદલાણી જીત્યા વિરુદ્ધ અભિલાષ રાવલ 4-2 (11-6, 11-6 11-8, 8-11, 7-11, 11-7). ત્રીજો/ચોથો ક્રમઃ મોનિશ દેઢીયા જીત્યા વિરુદ્ધ અરમાન શેખ 3-1 (11-13,11-9,11-8,11-9)
જુનિયર બોયઝ (અંડર-19) ફાઇનલઃ આયૂષ તન્ના જીત્યા વિરુદ્ધ અરમાન શેખ 4-2 (12-10,8-11,11-9,11-6,7-11,11-7). ત્રીજો/ચોથો ક્રમઃ જન્મેજય પટેલ જીત્યા વિરુદ્ધ હિમાંશ દહિયા 3-1 (12-10,11-8,9-11,11-6)
જુનિયર બોયઝ (અંડર-17) ફાઇનલઃ આયૂષ તન્ના જીત્યા વિરુદ્ધ જન્મેજય પટેલ 3-1 (8-11,11-5,11-9,14-12). ત્રીજો/ચોથો ક્રમઃ અભિલાક્ષ પટેલ જીત્યા વિરુદ્ધ હિમાંસ દહિયા 3-2 (11-7,2-11,5-11,11-8,13-11)