સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસમાં પ્રથમ મદલાણીએ કારકિર્દીનું પહેલું ટાઇટલ જીત્યું

ગાંધીનગર ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશનના નેજા હેઠળ રાજકોટ ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ એસોસિયેશનના ઉપક્રમે રાજકોટની એસએનકે સ્કૂલ ખાતે યોજાયેલી બીજી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2024માં શુક્રવારે વડોદરાના પ્રથમ મદલાણીએ મેન્સ ફાઇનલમાં અભિલાષ રાવલને 4-2થી હરાવીને તેની કારકિર્દીનું સૌપ્રથમ સ્ટેટ રેન્કિંગ ટાઇટલ જીત્યું હતું. સુરતમાં એસએજી-તાપ્તિ વેલી ટીટી હાઈ પરફોર્મન્સ સેન્ટરના તાલીમાર્થી અને આઠમા ક્રમના…