જયનીલે ચિત્રાક્ષને હરાવી અપસેટ સર્જતા પોતાનું પ્રથમ ટાઈટલ જીત્યું

Spread the love

અરમાને બોય્ઝ અંડર-19 અને હિમાંશે બોય્ઝ અંડર-17માં ટાઈટલ જીત્યું

સુરત

સુરત જિલ્લાના ટેબલ ટેનિસ એસોસિએશન દ્વારા ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશન (GSTTA)ના નેજા હેઠળ સુરતની તાપ્તી વેલી ઈન્ટરનેશનલ સ્કૂલ ખાતે 20 થી 23 જૂન દરમિયાન આયોજીત તાપ્તી વેલી ઈન્ટરનેશનલ સ્કૂલ 3જી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટૂર્નામેન્ટ 2024માં રાજકોટના આઠમી સીડ જયનીલ મેહતા બીજી સીડ ચિત્રાક્ષ ભટ્ટને 4-1થી માત આપી અપસેટ સર્જતા પુરુષ કેટેગરીમાં ટાઈટલ જીત્યું.

23 વર્ષીય જયનીલે પોતાનું પ્રથમ સ્ટેટ રેન્કિંગ ટાઈટલ જીત્યા બાદ કહ્યું કે,”હું ક્યારેય જુનિયર અને યુથ કેટેગરીમાં ટાઈટલ જીતી શક્યો નથી અને હવે પોડિયમ પર સ્ટેટ રેન્કિંગમાં ડેબ્યૂ કરવામાં સફળ થયો હોવાનો મને આનંદ છે.”

આ દરમિયાન મહિલા કેટેગરીમાં ઓલ સુરત ફાઈનલ રમાશે, ટોપ સીડ ફિલઝાહફાતેમા કાદરી અને બીજી સીડ ક્રિત્વિકા સિંહા રૉયે પોતાની સરળતાથી જીત્યા ફાઈનલ સ્થાન મેળવ્યું. કાદરીએ ભાવનગરની રિયા જયસ્વાલને 4-1થી, જ્યારે ક્રિત્વિકાએ છઠ્ઠી સીડ ગાંધીનગરની રાધાપ્રિયા ગોયલને સમાન અંતરથી હરાવી હતી.

અરવલ્લીના ત્રીજી સીડ પેડલર અરમાન શેખે 16મી સીડ ભાવનગરનાં ધ્યેય જાની સામે 4-0થી જીત હાંસલ કરી અંડર-19 બોય્ઝ ટાઈટલ પોતાનાં નામે કર્યું.

અમદાવાદનાં ચોથી સીડ હિમાંશ દહિયાએ અરવલ્લીનાં બીજી સીડ જન્મેજય પટેલને હરાવી ત્રીજું સ્થાન મેળવ્યું.

અમદાવાદનાં હિમાંશ શાનદાર ફોર્મમાં જોવા મળ્યો અને તેણે અંડર-17 બોય્ઝ કેટેગરીની ફાઈનલમાં ટોપ સીડ અને ટાઈટલનાં પ્રબળ દાવેદાર આયુષ તન્નાને 3-1થી હરાવી ટાઈટલ પોતાના નામે કર્યું હતું. બીજી સીડ જન્મેજયે અભિલાક્ષ પટેલને હરાવી ત્રીજું સ્થાન મેળવ્યું.

પરિણામઃ

પુરુષઃ ફાઈનલઃ  જયનીલ મેહતા (8) (રાજકોટ) જીત્યા વિરુદ્ધ ચિત્રાક્ષ ભટ્ટ (2) (અમદાવાદ) 4-1 (11-5, 11-4, 7-11, 11-7, 13-11); ત્રીજું સ્થાન: જલય મેહતા (6) (વડોદરા) જીત્યા વિરુદ્ધ દેવાર્શ વાઘેલા (12) 3-2 (10-12, 11-9, 9-11,11-9, 11-7); સેમિ ફાઈનલ:  જયનીલ મેહતા (8) (રાજકોટ) જીત્યા વિરુદ્ધ દેવાર્શ વાઘેલા (12) (સુરત) 4-0 (11-8, 11-6, 11-7, 11-5), ચિત્રાક્ષ ભટ્ટ (2) (અમદાવાદ) જીત્યા વિરુદ્ધ જલય મેહતા (6) (વડોદરા) 4-3 (13-11, 12-10, 7-11, 11-7, 6-11, 9-11, 11-9).

અંડર-19 બોય્ઝ:  ફાઈનલ: અરમાન શેખ (3) (અરવલ્લી) જીત્યા વિરુદ્ધ ધ્યેય જાની (16) (ભાવનગર) 4-0 (11-6, 11-5, 11-6, 12-10); ત્રીજું સ્થાન: હિમાંશ દહિયા (4) (અમદાવાદ) જીત્યા વિરુદ્ધ જન્મેજય પટેલ (2) (અરવલ્લી) 3-1 (12-10, 11-9, 3-11, 11-9)

અંડર-17 બોય્ઝ: ફાઈનલ: હિમાંશ દહિયા (3) (અમદાવાદ) જીત્યા વિરુદ્ધ આયુષ તન્ના (1) (સુરત) 3-1 (11-7, 3-11, 11-3, 11-6); ત્રીજું સ્થાન: જન્મેજય પટેલ (2) (અરવલ્લી) જીત્યા વિરુદ્ધ અભિલાક્ષ પટેલ (અમદાવાદ) 3-1 (5-11, 11-8, 11-6, 11-4).

મહિલા સેમિફાઈનલઃ ફિલઝાહફાતેમા કાદરી (1) (સુરત) જીત્યા વિરુદ્ધ રિયા જયસ્વાલ (ભાવનગર) 4-1 (11-5, 4-11, 11-6, 11-8, 11-8); ક્રિત્વિકા સિંહા રૉય (2) (સુરત) જીત્યા વિરુદ્ધ રાધાપ્રિયા ગોયલ (6) (ગાંધીનગર) 4-1 (11-5, 11-4, 7-11, 11-3, 11-6) .

અંડર-19 ગર્લ્સ પ્રી-ક્વાર્ટર ફાઈનલઃ રિયા જયસ્વાલ (1) (ભાવનગર) જીત્યા વિરુદ્ધ મહેક સેઠ (16) (વડોદરા) 3-0 (11-5, 11-3, 11-4); સિદ્ધિ બલસારા (8) (નવસારી) જીત્યા વિરુદ્ધ વિશ્રૃતિ જાદવ (9) (સુરત) 3-0 (11-6, 11-8, 11-6); પ્રથા પવાર (5) (અમદાવાદ) જીત્યા વિરુદ્ધ ભુમી બંભાણીયા (12) (ભાવનગર) 3-0 (11-2, 11-6, 11-4); અર્ની પરમાર(4) (સુરત) જીત્યા વિરુદ્ધ સનાયા આછા (13) (સુરત) 3-1 (11-5, 3-11, 11-9, 15-13); મોઉબોની ચેટર્જી (3) (અમદાવાદ) જીત્યા વિરુદ્ધ જાહન્વી પટેલ (14) (નવસારી) 3-0 (11-6, 11-5, 11-7); આસ્થા મિસ્ત્રી (6) (નવસારી) જીત્યા વિરુદ્ધ સિદ્ધિ પટેલ (11) (અમદાવાદ) 3-1 (11-4, 13-11, 8-11, 11-5); ચાર્મી ત્રિવેદી(10) (ભાવનગર) જીત્યા વિરુદ્ધ તનિષા કટરમલ (7) (જામનગર) 3-1 (7-11, 13-11, 11-9, 11-9); નિધિ પ્રજાપતિ (2) (અમદાવાદ) જીત્યા વિરુદ્ધ શિવાની દોડિયા (15) (ભાવનગર) 3-0 (11-4, 11-5, 11-8).

કેડેટ બોય્ઝ ક્વોલિફાઈંગઃ  નક્ષ પટેલ (અમદાવાદ) જીત્યા વિરુદ્ધ હર્ષિલ સરૈયા (સુરત) 3-2 (11-9, 11-4, 8-11, 5-11, 11-7); રેહાન સિંઘવી (કચ્છ) જીત્યા વિરુદ્ધ સમર પાઠક (સુરત) 3-1 (11-9, 4-11, 11-7, 11-6); દ્વિજ હિરાની (અમદાવાદ) જીત્યા વિરુદ્ધ નૈમિત ઉપાધ્યાય (ગાંધીનગર) 3-0 (11-7, 11-2, 11-5); હેનિલ લંગાલિયા (ભાવનગર) જીત્યા વિરુદ્ધ રામ નાઈક (અમદાવાદ) 3-0 (11-5, 11-2, 11-2); વિહાન રાઠોડ (કચ્છ) જીત્યા વિરુદ્ધ અદવિત શ્રીવાસ્તવ (અમદાવાદ) 3-0 (11-5, 11-6, 11-6); રાજવીર માધવાની (સુરત) જીત્યા વિરુદ્ધ સમરક્ષન ખડકા (ભચાઉ) 3-0 (11-9, 11-4, 11-4); વત્સલ પટેલ (અમદાવાદ) જીત્યા વિરુદ્ધ શક્તિ પરમાર (ભાવનગર) 3-0 (11-5, 11-3, 11-6).

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *