અમદાવાદ
અમદાવાદની ટોપસ્પિન ક્લબ ખાતે શુક્રવારે યોજાયેલી ગુજરાત સુપર લીગ (જીએસએલ) ટેબલ ટેનિસ સિઝન 2 માટે ખેલાડીઓની હરાજીમાં રાજ્યના અને દેશના 59 ખેલાડીઓનું ભાવિ નક્કી થયું હતું.
જીએલએસની શરૂઆત ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશન (જીએસટીટીએ) દ્વારા કરવામાં આવી છે અને તેની પ્રથમ સિઝન અમદાવાદના ટ્રાન્સસ્ટેડિયાખાતે ઓગસ્ટ 2022માં યોજાઈ હતી જ્યારે જીએસએલ-2આ વર્ષે સુરતમાં યોજવામાં આવશે.
ભારતનાપ્રથમ ક્રમાંકના હરમિત દેસાઈ અને બીજા ક્રમાંકિત માનવ ઠક્કર (બંને સુરતના) ને ગત સિઝનથી પોતપોતાની ટીમોએ જાળવી રાખ્યા છે.
ભારત ત્રીજા ક્રમાંકિત અને વડોદરાના માનુષ શાહ તથા રાજ્યની નંબર 1 મહિલા પેડલર સુરતની કૃતિવિકા સિંહા રોય આજે હરાજીમાં સમાવિષ્ટ હતા.
શુક્રવારે યોજાયેલી હરાજીમાં એશિયન ગેમ્સમાં મેડલ વિજેતા સુતીર્થ મુખર્જી, વિમેન્સ નેશનલ ચેમ્પિયન પોયમંતી બૈસ્યા અને કોમનવેલ્થ ગેમ્સ ગોલ્ડ મેડલ વિજેતા સાનિલ શેટ્ટી જેવા ટોચના સ્ટાર ખેલાડીઓએ ભાગ લીધો હતો.
કુલ છ ટીમો જેમ કે તાપ્તી ટાઈગર્સ (સિઝન 1 ની વિજેતા), શામલ સ્ક્વોડ (સિઝન 1 ની રનર્સ અપ), ભાયાણી સ્ટાર્સ, કટારિયા કિંગ્સ, મલ્ટીમેટ માર્વેલ્સ અને ટોપનોચ અચીવર્સ પાસે હરાજી દરમિયાન ખર્ચ કરવા માટે પ્રત્યેક પાસે રૂ. 3,20,000ની કુલ વોલેટ મની હતી.
જીએસટીટીએના સેક્રેટરી કુશલ સંગતાનીએ જણાવ્યું હતું કે “સિઝન 1નીસફળતાપૂર્વક પૂર્ણાહૂતિ પછી હું સિઝન 2ની હરાજીનો સાક્ષી બનવા માટે ઉત્સાહિત છું. બે ઓલિમ્પિયન્સ-હરમિત અને માનવ સહિત ટોચના ખેલાડીઓ આ લીગનો ભાગ છે. ઉપરાંત, ટીમના માલિકોએ સિઝન 2માં રસ બતાવ્યો છે જે ખૂબ જ આનંદની વાત છે.”
જીએસએલટીટી ગવર્નિંગ કાઉન્સિલના ચેરમેન કાંતિભાઈ ભુવાએ જણાવ્યું હતું કે “જીએસએલ સિઝન 2 સિઝન 1 કરતાં પણ વધુ મોટી અને વધુ સારી રહેશે.”
દરેક ટીમમાં આ પ્રમાણેનું માળખું રહેશેઃ
- નેશનલ પ્લેયર (પુરુષ) -1
- નેશનલ પ્લેયર (મહિલા) -1
- સ્ટેટ પ્લેયર (પુરુષ) -1
- સ્ટેટ પ્લેયર (મહિલા)- 1
- વેટરન પ્લેયર- 1
- નેશનલ કોચ- 1
- સ્ટેટ કોચ -1
કયા ખેલાડીઓ–કોચને ટીમ દ્વારા જાળવી રખાયા…
1. કટારિયા કિંગ્સ – નેશનલ કોચ – અંશુલ ગર્ગ, સ્ટેટ કોચ – નિલય વ્યાસ, સ્ટેટ પ્લેયર (પુરુષ) સોહમ ભટ્ટાચાર્ય.
2. ભાયાણી સ્ટાર્સ – સ્ટેટ કોચ –વાહેદ માલુભાઈ
3. તાપ્તિ ટાઇગર્સ – નેશનલ કોચ – રવિ ચંદ્રન, સ્ટેટ કોચ – હૃદય દેસાઇ, સ્ટેટ પ્લેયર(મહિલા) ફિલઝા ફાતેમા કાદરી.
4. ટોપનોચ એચિવર્સ – નેશનલ કોચ – અનોલ કશ્યપ, સ્ટેટ કોચ – શૈલેષ ગોસાઇ, સ્ટેટ પ્લેયર (પુરુષ) ચિત્રાક્ષ ભટ્ટ
5. મલ્ટીમેટ માર્વેલ્સ – સ્ટેટ કોચ – મિહિર ગાંધી ,નેશનલ પ્લેયર – હરમિત દેસાઇ.
6. શામલ સ્ક્વોડ – નેશનલ કોચ – પરાગ અગ્રવાલ, નેશનલ પ્લેયર (પુરુષ) – માનવ ઠક્કર