વેસ્ટઈન્ડિઝ સામેની ત્રણ ટેસ્ટની શ્રેણીમાં ઈંગ્લેન્ડની 2-0ની સરસાઈ
વેસ્ટ ઈન્ડિઝ સામે ઈંગ્લેન્ડની ત્રીજી અને અંતિમ ટેસ્ટ શુક્રવારથી

લંડન
બેઝબોલના અભિગમ સાથેની વધુ આક્રમક બેટિંગથી ઈંગ્લેન્ડ ટેસ્ટ ક્રિકેટમાં એક દિવસની રમતમાં 600 રનનો આંકડો પાર કરવા સક્ષમ છે, એમ ઓલી પોપનું માનવું છે.
1936માં ભારત સામે માન્ચેસ્ટર ટેસ્ટના બીજા દિવસે 6 વિકેટે 588 રન બનાવવા સાથે એક દિવસમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ ઈંગ્લેન્ડના નામે છે અને પોપનું માનવું છે કે બેન સ્ટોક્સની આગેવાની હેઠળની વર્તમાન ટીમ આ સ્કોરને પાર કરી શકે છે.
“ક્યારેક આપણે એક દિવસમાં 280 થી 300 સ્કોર કરી શકીએ છીએ જે બરાબર છે અને કેમકે કદાચ આપણે પરિસ્થિતિઓ પર પણ નજર રાખીએ છીએ. ભવિષ્યમાં એવો દિવસ પણ આવી શકે કે જ્યારે 500 થી 600 રન બનાવીએ. અને તે એક સરસ વાત છે, હોવી પણ જોઈએ,”એમ પોપને ટાંકીને બીબીસી સ્પોર્ટસે જણાવ્યું હતું.
ડિસેમ્બર 2022માં, ઈંગ્લેન્ડે રાવલપિંડીમાં પાકિસ્તાન સામેની પ્રથમ ટેસ્ટના પ્રથમ દિવસે 506 રન બનાવ્યા હતા.
ઇંગ્લેન્ડ હાલમાં વેસ્ટ ઇન્ડિઝ સામેની ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીમાં 2-0થી આગળ છે. ટીમે ગત અઠવાડિયે ટ્રેન્ટ બ્રિજ, નોટિંગહામ ખાતે 241 રનની મોટી જીત બાદ લોર્ડ્સમાં ઇનિંગ્સથી વિજય મેળવ્યો હતો. ત્રીજી અને અંતિમ ટેસ્ટ શુક્રવારથી એજબેસ્ટન ખાતે શરૂ થશે.
નોટિંગહામમાં પ્રથમ વખત ઇંગ્લેન્ડે ટેસ્ટ મેચની બંને ઇનિંગ્સમાં 416 અને 425ના કુલ સ્કોર સાથે 400-પ્લસનો સ્કોર બનાવ્યો હતો. પોપ (પ્રથમ ઇનિંગમાં 121) જો રૂટ અને હેરી બ્રુક સાથે બીજી ટેસ્ટમાં ઇંગ્લેન્ડના ત્રણ સદી ફટકારનારાઓમાંનો એક હતો.
પોપે જણાવ્યું હતું કે એવો સમય આવી શકે છે કે ઇંગ્લેન્ડના બેટ્સમેને રમતને થોડી વધુ મેનેજ કરવી પડશે પરંતુ કોચ બ્રેન્ડન મેક્કુલમ અને કેપ્ટન સ્ટોક્સ હેઠળ તેમની આક્રમક બેઝબોલ શૈલી હવે બીજી પ્રકૃતિ બની ગઈ છે.
પોપે કહ્યું, “મને ટ્રેન્ટ બ્રિજ પર પહેલા દિવસે પૂછવામાં આવ્યું કે ‘શું તમને આવું રમવાનું કહેવામાં આવે છે?’. ના, અમને એવું નતી કેહવાતું. આ માત્ર અમારી કુદરતી રમત છે અને અમે એજ રીતે મેદાનમાં ઊતરીએ છીએ” એમ પોપે કહ્યું હતું.