કોવિડના કપરા સમયમાં ધાબા પર પ્રેક્ટિસ કરવી પડીઃ શરથટેબલ ટેનિસ મહારથી શરથ કમલે ઓલિમ્પિકની સ્મૃતી વાગોળી

પેરિસ
ટેનિસ મહારથી રોજર ફેડરરની સાથે ભોજનથી માંડીને ચીનના દિગ્ગજ મા લોંગને હરાવવા સુધી, પેરિસ ઓલિમ્પિક માટે ભારતના ધ્વજ વાહક અચંતા શરથ કમલે બુધવારે ગેમ્સમાં તેના અત્યાર સુધી પાંચ દેખાવમાંથી સૌથી યાદગાર ક્ષણોને યાદ કરી.
42 વર્ષીય ટેબલ ટેનિસ મહરથીએ ભારતીય પુરૂષ ટીમને ઓલિમ્પિકના ઇતિહાસમાં પ્રથમ વખત ક્વોલિફાય કરવામાં મદદ કરી અને માનવામાં આવે છે કે તે ગેમ્સમાં તેના અંતિમ પ્રદર્શન માટે સજ્જ છે.
કોમનવેલ્થ ગેમ્સમાં અનેક વખતના સુવર્ણચંદ્રક વિજેતા માને છે કે ટીમ તરીકે ક્વોલિફાય થવું એ ભારતમાં ટેબલ ટેનિસની પ્રગતીનું ઉત્પ્રેરક બની શકે છે.
2004માં પ્રથમ વખત ઓલિમ્પિક પ્રવેશની યાદો ધરાવનારા ખેલાડી શરથે તેની કારકિર્દીની પ્રથમ ગેમ્સમાં એક ડાઇનિંગ હોલમાં ફેડરરને મળવાની ઘટનાને પણ યાદ કરી હતી.
અલ્ટીમેટ ટેબલ ટેનિસના એક પ્રકાશનમાં તેણે કહ્યું કે “એક દિવસ હું લંચ માટે બહાર નીકળ્યો હતો અને હું એક બાજુથી અંદર પ્રવેશી રહ્યો હતો, ત્યારે બીજી બાજુથી ટેનિસ બેગ અને છૂટા વાળ સાથે બીજી એક વ્યક્તિ આવી રહી હતી. મને લાગ્યું કે આ વ્યક્તિને મેં પહેલાં ક્યાંક જોઈ છે. હું એ ખુલ્લા વાળ વાળી વ્યક્તિને ઓળખી ન શક્યો.”
“અમે એકબીજા પાસેથી પસાર થયા — અમે ખરેખર એકબીજા પાસેથી પસાર થઈ ગયા,તે સામાન રાખવાની જગ્યા પર તેની બેગ આપવા ગયો. હું અંદર પણ અંદર પ્રવેશ્યો, શું ખાવું છે તે જોવા મારી પ્લેટ લઈને આગળ ગયો ત્યાં મને અચાનક યાદ આવ્યું. આ માણસ, તો રોજર ફેડરર છે!” શરથે કહ્યું કે તે સમયે તે શરમાળ હતો પરંતુ તેમ છતાં તેણે સ્વિસ ખેલાડીને શોધી કાઢ્યો.
“તે એકલો એક ટેબલ પર બેઠો હતો. હું શક્ય તેટલો નજીક ગયો. હું તેની જગ્યાએ જવા માંગતો ન હતો, પરંતુ તેમ છતાં નજીક આવ્યો અને હું (એ જ ટેબલ પર) તેની સાથે જમ્યો,” એમ તેણે વધુમાં કહ્યું.
“અચાનક, એક વ્યક્તિ ઊંધી ટોપી અને શોર્ટ્સ સાથે આવે છે અને બધા તાળીઓ પાડી રહ્યા છે. મેં તેની તરફ જોયું તો ખબર પડી કે તે એન્ડી રોડિક છે,” એમ શરથે તેની સ્મુતી વાગોળતા કહ્યું હતું.
કોવિડ-19 રોગચાળા દરમિયાન ટોક્યો ઓલિમ્પિક્સ એક વર્ષ માટે મુલતવી રાખવાની સાથે, શરથે તાલીમમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો અને તેમ છતાં તે ગોલ્ડ મેડલ સુધીની લાંબી કૂચમાં સફળ રહ્યો હતો.
“હું તેની સાથે રમ્યો છું તેમાંથી પાંચ વખત, મેં તેની સામે માત્ર એક સેટ ટોક્યોમાં જીત્યો હતો. અને ત્યાં જે બન્યું તેના પર મને ખૂબ ગર્વ છે, ખાસ કરીને કોવિડ પછી પ્રદર્શન પર”એમ તેણે ઉમેર્યું હતું.
“ભારતમાં ખાસ કરીને બીજા વેવ પછી ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિ હતી. બાકીના વિશ્વના લોકોએ તેમની તાલીમ પાછી શરૂ કરી અને, ભારતમાં લોકડાઉન દરમિયાન, અમે હજી પણ ઘરના વર્કઆઉટ સુધી મર્યાદિત હતા, હું મારા ધાબા પર રમી રહ્યો હતો. તે ખૂબ જ અઘરું હતું.
” મર્યાદિત સંસાધનો સાથે મેં મોટા ભાગનો સમય ભારતમાં તાલીમ લીધી. ઓલિમ્પિકમાં પહોંચવા અને શ્રેષ્ઠ પ્રદર્શન કરવા માટેના કપરા પડકારની વચ્ચે, મને ખરેખર લાગે છે કે મેં સારો દેખાવ કર્યો,” એમ શરથે વધુમાં જણાવ્યું હતું