– આ ઉદ્યોગમાં પ્રથમ પ્રકારની ઓફર છે –
મુંબઈ
ભારતની અગ્રણી ખાનગી સામાન્ય વીમા કંપની આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડે આજે મોટર વીમા પૉલિસી માટે તેની ઉદ્યોગમાં પ્રથમ ઈનોવેટીવ “સ્માર્ટ સેવર પ્લસ” ઍડ-ઑન લૉન્ચ કરવાની જાહેરાત કરી છે. આ સુવિધાનો ઉદ્દેશ્ય ઝડપી સર્વિસિંગ, ગુણવત્તાની ખાતરી અને ગ્રાહક સુવિધા પૂરી પાડીને લાંબા સમય સુધી ટર્નઅરાઉન્ડ ટાઈમ્સ (ટીએટી) અને વિશ્વસનીય રિપેર ગુણવત્તાની જરૂરિયાતને લગતી પોલિસીધારકોની ચિંતાઓને દૂર કરવાનો છે, જે આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડની શ્રેષ્ઠ ગ્રાહક અનુભવો પૂરા પાડવા માટેની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે. આ અનોખા કવચ સાથે આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ ક્લેમ સર્વિસમાંથી ક્લેમ ગેરંટી તરફ આગળ વધી રહી છે.
મોટર વીમાના દાવાઓ ઘણીવાર તણાવપૂર્ણ અને સમય માંગી લે તેવી પ્રક્રિયા હોય છે, જેમાં પોલિસીધારકોને સમારકામનો લાંબો સમય અને કારીગરીની ગુણવત્તા અંગેની અનિશ્ચિતતા જેવા પડકારોનો સામનો કરવો પડે છે. ‘સ્માર્ટ સેવર પ્લસ’ ઍડ-ઑન આ સમસ્યાઓનો સામનો કરવા માટે તૈયાર કરવામાં આવ્યું છે. આ સુવિધાને પસંદ કરીને, ગ્રાહકો અમારા પસંદગીના ગેરેજમાં પાંચ દિવસના ટૂંકા ગાળામાં સમારકામ પૂર્ણ થવાની ખાતરી મેળવી શકે છે, જ્યાં દાવાની રકમ રૂ. 50,000 સુધી છે. રિપેરિંગમાં વધુ સમય લાગે તેવી અસંભવિત ઘટનામાં, આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ ગ્રાહકની દિનચર્યામાં ઓછામાં ઓછા વિક્ષેપની ખાતરી કરીને પાંચ દિવસ સુધી વૈકલ્પિક મુસાફરીની વ્યવસ્થા પૂરી પાડશે.
વધુમાં, ‘સ્માર્ટ સેવર પ્લસ’ એડ-ઓન, આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડના મનપસંદ નેટવર્ક ગેરેજમાં 24-મહિના અથવા 10,000-કિલોમીટર બેમાંથી જે પણ દાવાઓની રકમને ધ્યાનમાં લીધા વિના તમામ દાવાઓ માટે વહેલું હોય તે માટે રિપેર કાર્યની ગુણવત્તા પર વોરંટી આપે છે. આ ખાતરી ગ્રાહકોને માનસિક શાંતિ પૂરી પાડે છે, ારણકે તેમને એ જાણ હોય છે કે તેમનું વાહન સક્ષમ હાથમાં છે અને કારીગરીની કોઈપણ સમસ્યાઓનું તાત્કાલિક નિરાકરણ કરવામાં આવશે. આ લાભ ઉઠાવવા માટે, પોલિસીધારકોએ કારના નુકસાનના કોઈપણ દાવા અંગે આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડને પ્રથમ અને અગ્રણી જાણ કરવાની જરૂર છે, અને કંપની બાકીની તમામ કાળજી લેશે.
આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડના અંડરરાઈટીંગ અને ક્લેઈમ પ્રોપર્ટી અને કેઝ્યુઅલ્ટીના ચીફ શ્રી ગૌરવ અરોરાએ જણાવ્યું કે, “આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડમાં, અમારું ધ્યાન સતત નવીન અને કસ્ટમાઈઝ્ડ ઉકેલો આપવા પર છે. અમારી તાજેતરની ઓફર ‘સ્માર્ટ સેવર પ્લસ’ તે ફિલસૂફીનું વધુ એક ઉદાહરણ છે. લાંબા સમય સુધી ગેરેજમાં વાહન રાખવાથી થતી અગવડતાને ઓળખીને, ત્વરિત સમારકામ, ગુણવત્તાની ખાતરી, અને સીમલેસ ક્લેમ્સ અનુભવ જેવા આ સૂક્ષ્મ છતાં મહત્વના પરિબળો પર ધ્યાન આપીને, અમે ખરેખર ગ્રાહક-કેન્દ્રિત વીમા અનુભવ પ્રદાન કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.”